બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / All bank related work should be done as soon as possible, August will be closed for 14 days, see full list

જલ્દી કરો / ફટાફટ બેંકોના કામો પતાવી દો, નહીં તો આવતા મહિને આ 14 દિવસ ભૂલી જવાના, રહેશે તાળા

Pravin Joshi

Last Updated: 03:53 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ બાકી છે અથવા તમે ઓગસ્ટમાં બેંક જવાની યોજના બનાવી છે, તો તમારે આ કામ જલદીથી પૂર્ણ કરવું જોઈએ. કારણ કે આ વખતે ઓગસ્ટ મહિનામાં બેંકો 14 દિવસ બંધ રહેશે.

  • આ વખતે ઓગસ્ટ મહિનામાં બેંકો 14 દિવસ બંધ રહેશે
  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી 
  • તહેવારો અને રજાઓ સહિત કુલ 14 દિવસ બેંક બંધ રહેશે


હવે જુલાઈ મહિનો પૂરો થવામાં થોડા જ દિવસો બાકી છે અને ઑગસ્ટ મહિનો આવવાની તૈયારીમાં છે. ત્યારે જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ બાકી છે અથવા તમે ઓગસ્ટમાં બેંક જવાની યોજના બનાવી છે, તો તમારે આ કામ જલદીથી પૂર્ણ કરવું જોઈએ. કારણ કે આ વખતે ઓગસ્ટ મહિનામાં બેંકો 14 દિવસ બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર તહેવારો અને સાપ્તાહિક રજાઓ સહિત કુલ 14 દિવસ બેંકમાં કોઈ કામકાજ રહેશે નહીં. તેથી જુલાઈના બાકીના દિવસોમાં તમે તમારું મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરી શકો છો અથવા તમે બેંકની રજાઓ અનુસાર ઓગસ્ટમાં બેંક સંબંધિત કાર્યનું આયોજન કરી શકો છો. તો ચાલો એક નજર કરીએ ઓગસ્ટ મહિનાની રજાઓની સંપૂર્ણ યાદી પર...

Bank Holidays List | VTV Gujarati

6, 8, 12 અને 13 ઓગસ્ટ

આ વખતે બેંકો 6ઠ્ઠી ઓગસ્ટ 2023ના રોજ રવિવારની રજા, 8મી ઓગસ્ટે તેન્ડોંગ લ્હો રમ ફાત અને 12મી ઓગસ્ટે મહિનાના બીજા શનિવારને કારણે બંધ રહેશે. આ સિવાય 13 ઓગસ્ટે રવિવાર હોવાથી બેંકોમાં કામકાજ નહીં થાય.

Tag | VTV Gujarati

15, 16, 18 અને 20 ઓગસ્ટ

15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ છે, 16 ઓગસ્ટ પારસી નવું વર્ષ (શહંશાહી) છે અને 18 ઓગસ્ટ શ્રીમંત શંકરદેવની તિથિ છે અને 20 ઓગસ્ટ રવિવાર છે. એટલા માટે આ ચાર દિવસે બેંકોમાં રજા રહેશે.

bank holiday alert | VTV Gujarati

29, 30 અને 31 ઓગસ્ટ

29મી ઓગસ્ટે થિરૂવોણમના કારણે ત્યારબાદ 30મી ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર છે. એટલા માટે આ દિવસે બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત રક્ષાબંધન/શ્રી નારાયણ ગુરુ જયંતિ/પંગ-લહબસોલને કારણે 31 ઓગસ્ટે બેંકો પણ બંધ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ