બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Alcohol is harmful to health Follow these things to avoid harm

Health / ક્યારેક ક્યારેક લગાવો છો પેગ? તો આ ખબર તમારે કામની, આ નિયમોનું પાલન કરીને દારુનો એટેક થઈ જશે બેઅસર

Kishor

Last Updated: 04:33 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ પડતા દારૂના સેવનથી પેટ સંબંધી સમસ્યા જાગે છે. જો તેનાથી બચવું હોય તો આટલું ધ્યાન રાખવામાં આવે તો દારૂની પ્રતિકૂળ અસરથી બચી શકાય છે.

  • શરીર માટે ખૂબ હાનિકારક હોય છે આલ્કોહોલ
  •  આલ્કોહોલની ખરાબ અસરથી બચવા માટે આ સિસ્ટમ અનુસરો
  • આલ્કોહોલ આંતરડામાં રહેલા ફાયદાકારક બેક્ટેરિયાનો નાશ કરે છે

આલ્કોહોલનું સેવન શરીર માટે ખૂબ હાનિકારક છે. વધુ પડતા દારૂના સેવનને પગલે અનેક બીમારીમાં સપડાવાનું જોખમ વધી જતું હોય છે. દારૂ નુકસાનકારણ હોવા છતાં ઘણા લોકો એવા હોય છે જે ખોરાકની માફક કાયમી ધોરણે દારૂનું સેવન કરતા હોય છે. બીજી તરફ કેટલાક લોકો ક્યારેક એવા હોય છે જે શોખ ખાતર અને પ્રસંગોપાત આલ્કોહોલનું સેવન કરતા હોય છે. પરંતુ આ આલ્કોહોલ સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. આલ્કોહોલના નિયમિત સેવનથી લીવર ખરાબ થતું હોવાથી પાચનક્રિયા પર પ્રતિકૂળ અસર પડે છે. ક્યારેક-ક્યારેક આલ્કોહોલ પીવાથી પણ આંતરડામાં રહેલા આવકારદાયક બેક્ટેરિયા પણ નાશ પામે છે. જેને લઈને પાચન સંબંધી રોગ જન્મી છે.

લે આતો હદ થઈ ! આ જાનવરના દૂધમાં હોય છે દારુ કરતાં વધારે આલ્કોહોલ, પીતાં જ  ચઢી જાય છે નશો / This animal's milk contains more alcohol than beer,  drinking it can

દારૂ ઢીંચવાથી આંતરડાના અસ્તરને નુકસાન થાય છે

ન્યુટ્રિશનિસ્ટના દાવા અનુસાર વધુ પડતા દારૂના સેવનથી આંતરડાને નુકસાન થાય છે. પરિણામે આંતરડા સંબંધી રોજ જન્મે છે. જ્યારે આલ્કોહોલ શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે આંતરડાના બેક્ટેરિયાના નાજુક સંતુલનને બગાડી શેક છે. જેને લઈને પાચન સંબંધી સમસ્યાઓ અને પેટનો ફાગ આગળ વધી જવાની સમસ્યા જાગે છે.વધુ પડતો દારૂ ઢીંચવાથી આંતરડાના અસ્તરને નુકસાન થાય છે. જેમાં રહેલા. પોષક તત્ત્વોના અવશેષોના શોષણને પગલે રોગપ્રતિકારક શક્તિને નબળી પડવા લાગે છે.

પેટ સાફ તો દરેક રોગ રહેશે દૂર: કબજિયાતથી બચવું હોય તો આજથી જ આ ખાવાનું છોડી  દેજો | healthy lifestyle, it is necessary to clean the stomach twice a day.

વિટામીન સીનું સેવન કરવું જોઈએ

જો તમે પણ ક્યારેક ક્યારેક દારૂનું સેવન કરતા હોય તો અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આવું કરવાથી તમારા પેટના આરોગ્ય પર કોઈ ગંભીર અસર થશે નહીં. દારૂનું સેવન કરતાં પહેલાં ડાયટમાં એવા ફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઈએ છે. શરીરમાં બ્લડ ગ્લુકોઝનું સ્તર નોર્મલ રાખી શકે. વધુમાં દારૂનું સેવન કરતાં પહેલાં તમેં વિટામીન સી 200 mgનું સેવન કરી શકો છો. વિટામિન સી મા ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવાની તાકાત હોય છે. દારૂનું સેવન કરવાને લઈને શરીરમાં પાણીની કમી વર્તાતી હોય છે. આથી બોડીને હાઇડ્રેટ કરવા માટે ખૂબ પાણી પીવું જોઈએ. ડાયટમાં ફાઈબરથી ભરપુર ફળો અને શાકભાજીનું સેવન કરવુ જોઈએ તથા જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારશે. પ્રોબાયોટીક્સ અને દહીં જેવા ખોરાક પણ આંતરડાની તંદુરસ્તી સુધારી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ