બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Akshaya Tritya 2023 donating these thing today will bring happiness and prosperity

અક્ષયતૃતીયા 2023 / આજના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી, નહીં ખૂટે ધનનો ભંડાર

Arohi

Last Updated: 02:55 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akshaya Tritya 2023: અખાત્રીજના દિવસે ફક્ત સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે સાથે જ આ દિવસે દાન-દક્ષિણા કરવાથી પણ ખાસ લાભ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ અખાત્રીજ પર કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

  • અખાત્રીજ પર કરો આ વસ્તુઓનું દાન 
  • મળશે ખૂબ જ શુભ પરિણામ 
  • જાણો કઈ કઈ વસ્તુઓનું કરવું જોઈએ દાન 

હિંદુ ધર્મમાં અખાત્રીજના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. એવું કરવાથી ભક્તની ઈચ્છા પૂર્ણ થાય છે અને સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. અખાત્રીજ પર સોનું ખરવાનું પણ વિધાન છે. માન્યતા છે કે આ દિવસે સોનું ખરીદવાથી તમારા જીવનમાં પ્રસિદ્ધિ આવે છે. 

આ ઉપાય આપશે શુભ ફળ 
દરેક માટે સંભવ નથી હોતું કે તે સોનુ ખરીદી શકે. એવામાં ઘણા બીજા ઉપાય છે જેને કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. 

માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું ખૂબ જ લાભકારી સાબિત થાય છે. આવો જાણીએ અખાત્રીજ પર કઈ કઈ વસ્તુઓ છે જેને દાન કરવી જોઈએ. 

આજના દિવસે કરો આ વસ્તુઓનું દાન 
કંકુનું દાન 

એવી માન્યતા છે કે અખાત્રીજ પર કંકુનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે વૈવાહિક જીવન જીવી રહ્યા છે. તેમણે ખાસ આનું દાન કરવું જોઈએ. માન્યતા છે કે તેનાથી તમારા અને તમારા પાર્ટનરની વચ્ચે નિકટતા વધે છે અને સંબંધ મજબૂત બને છે. 

અનાજનું દાન 
અખાત્રીજ પર કોઈ ભુખ્યા કે ગરીબ વ્યક્તિને અનાજ જરૂર દાન કરો. માનવામાં આવે છે કે દાન કરવું ખૂબ જ પુણ્યનું કામ છે. જેને કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 

સોપારીનું દાન 
હિંદુ ધર્મમાં પૂજા-પાઠ કરતી વખતે સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. માન્યતા છે કે અખાત્રીજ પર સોપારીનું દાન કરવું સુખ-સૌભાગ્યનું કારક બને છે. એવું કરવાથી તમને આર્થિક લાભ થાય છે અને જીવનમાં આવનાર કષ્ટ પણ દૂર થાય છે. 

નારિયેળ 
માનવામાં આવે છે કે નારિયેળનું દાન કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો આ દાન અખાત્રીજ પર કરવામાં આવે તો તેનો લાભ વધારે થાય છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપા બની રહે છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ