બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Airfare in Gujarat! Warning forecast of unseasonal rain in these 4 districts for next 2 days

માવઠું / ગુજરાતમાં હવાફેર! આગામી 2 દિવસ આ 4 જિલ્લામાં કમોસમી વરસાદની ચેતવતી આગાહી, હવામાન વિભાગે આપ્યું લેટેસ્ટ અપડેટ

Vishal Khamar

Last Updated: 06:07 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં હવામાન વિભાગે આગામી 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમજ ડિસેમ્બર મહિનામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. તેવી પણ આગાહી કરી છે.

  • આગામી 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
  • પશ્ચિમ દિશાનાં પવનોમાં કારણે ભેજયુક્ત હવા લાવશે વરસાદ
  • ડિસેમ્બર મહિનાના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં થશે ઘટાડો 

અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્કયુલેશનનાં કારણે ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ કમોસમી વરસાદને કારણે ઠંડીનો પારો બે થી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા છે. ત્યારે સર્કયુલેશનનાં કારણે હવામાન વિભાગ દ્વારા બે દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે. 

10 થી 15 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ દિશાનાં પવનોનાં કારણે ભેજયુક્ત હવા વરસાદ લાવશે. ડિસેમ્બર મહિનામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. તેમજ 10 થી 15 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગ દ્વારા જેમાં ઉત્તર ગુજરાતનાં અરવલ્લીમાં વરસાદની આગાહી કરી છે. તો મહીસાગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે.  સૌરાષ્ટ્રનાં અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરી છે.

બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશેઃ મનોરમા મોહંતી (ડાયરેક્ટર)
આગામી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવારણ રહેવાની શક્યતા છે. રાજ્યમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.  ત્યારે સોમવારે અમદાવાદ સીટીમાં વરસાદની સંભાવના નથી. પરંતું વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 

વલસાડ તેમજ આસપાસનાં વિસ્તારમાં કમોસમી વરસાદ
વલસાડમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવવા પામ્યો હતો. વલસાડ અને આસપાસનાં વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. માવઠાથી ખેડૂતોનાં પાકને નુકશાનની ભીંતી સેવાઈ રહી છે. થોડા દિવસમાં બીજું માવઠું થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે. 

રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના
હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ