બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ahmedabad:Fasting movement,AAP leader Mahesh Savani's health deteriorated

આંદોલન / આમરણાંત ઉપવાસ પર બેસેલા AAP નેતા મહેશ સવાણીની તબિયત લથડી, સ્ટ્રેચરમાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા

Vishnu

Last Updated: 11:41 PM, 27 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેપર લીક કાંડ મુદ્દે AAP નેતા મહેશ સવાણી અને ગુજરાત પ્રભારી ગુલાબસિંહ કાર્યકરો સાથે 6 દીવસથી ઉપવાસ આંદોલન પર ઉતાર્યા છે

AAP નેતા મહેશ સવાણીની તબિયત લથડી
ઉપવાસ આંદોલન કરી રહેલા સવાણીની તબિયત લથડી
AAP નેતાઓની ધરપકડ મુદ્દે કરી રહ્યા હતા વિરોધ

ઉપવાસ આંદોલન કરી રહેલા સવાણીની તબિયત લથડી હતી. આથી તેમને SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. હાલ તેમની તબિયત સ્થિર છે. અસિત વોરાના રાજીનામાં માંગ સાથે તેઓ આંદોલન પર બેઠા હતાં. છેલ્લા 6 દિવસથી  મહેશ સવાણી અને ગુલાબસિંગ યાદવ આંદોલન પર બેઠા હતાં.

મહત્વનું છે કે AAP નેતા મહેશ સવાણી અને પ્રભારી ગુલાબસિંહ અન્ય નેતાઓ અને સમર્થકો સાથે 6 દીવસની અનસન પર બેઠા છે. તેઓની માંગ છે કે હેડકલાર્ક પેપરલીક કાંડ મામલાની જવાબદારી લઈ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન રાજીનામું આપે. વારંવાર પેપર લીક થતાં હોવાથી ઉમેદવારોને 50નું વળતર આપવામાં આવે અને 7 દિવસ પહેલા કમલમમાં થયેલા ઘર્ષણ બાદ AAP નેતાઓ પર કરેલી ફરિયાદોને પાછી ખેચી તેમને જેલ મુક્ત કરવામાં આવે. અન્ય ઘણી માગણીને લઈ AAP નેતા મહેશ સવાણી ભૂખ હડતાળ પર બેઠા હતા જ્યાં આજે સાંજે AAP નેતા મહેશ સવાણીની તબિયત બગડતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેમણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

ગઈ કાલે પરેશ ધાનાણીએ મુલાકાત કરતાં રાજકારણ ગરમાયું હતું
રવિવારે પેપર લીક કાંડ બાદ ઉપવાસ પર બેઠેલા AAP નેતાઓની મુલાકાતે અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષી નેતા ઉપવાસી છાવણી પર પહોચ્યા હતા.   AAP પ્રદેશ કાર્યાલય પર   પૂર્વ વિપક્ષ નેતા  પરેશ ધાનાણીએ મુલાકાત લેતા નવી ચર્ચા જાગી હતી.AAP પ્રદેશ કાર્યાલય પર પહોચેલા વિપક્ષના પૂર્વ નેતાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યું કે, આ સરકારમાં ગૌણ સેવા પસંદગી મંડળ  ભરતી ગોટાળાનો અડ્ડો બની ગયું છે. સરકારના   વહાલા-દવલાની નીતિના કારણે લાખો રૂપિયા ખર્ચીને ભણેલા-ગણેલા યુવાનો નોકરી માટે દર-દર ભટકે છે. યુવાઓની આશા-અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યાં છે. રાજ્યમાં ધંધા રોજગાર ભાંગીને ભુક્કો થઇ ગયા છે.ફેકટરીઓ બંધ થઇ ગઈ છે. બેરોજગારી ભરડો લઇ ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ