બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad: Young man was cheated on olx while purchasing activa

અમદાવાદ / ચેતી જજો..યુવકને olx પરથી રૂ. ર૦,પ૦૦નું એક્ટિવા ખરીદવા જતાં ૪.ર૪ લાખ ગુમાવવા પડ્યા

Vaidehi

Last Updated: 07:42 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રહેતાં એક યુવક સાથે OLX પર છેત્તરપિંડી થઈ છે. શખ્સે ‘તમે એકાઉન્ટમાં પૈસા જમા કરાવો, મારો માણસ એક્ટિવા ઘરે મૂકી જશે’ કહીને 4 લાખનું નુક્સાન કરાવ્યું.

  • અમદાવાદમાં યુવક સાથે થઈ છેત્તરપિંડી
  • OLX પર એક્ટિવાની ખરીદી પડી ભારે
  • 20500 રૂપિયાની એક્ટિવા માટે જમા કરવા પડ્યાં 4 લાખ

અમદાવાદ:ઓનલાઇન ખરીદ-વેચાણ કરતી વેબસાઈટ પર ઘણી વખત લેભાગુઓ દ્વારા છેતરપિંડી આચરવામાં આવતી હોય છે ત્યારે ઓનલાઇન સિસ્ટમની પૂરી રીતે જાણકારી ન ધરાવતા લોકો આસાનીથી છેતરપિંડીનો ભોગ બની જતા હોય છે. આવો જ એક કિસ્સો ઇસનપુરમાં રહેતા   યુવક સાથે બન્યો છે. યુવકને olx પરથી રૂ. ર૦,પ૦૦માં એક્ટિવા ખરીદવા જતાં ૪.ર૪ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

રૂ.ર૦,પ૦૦માં એક્ટિવા લેવાનું નક્કી થયું
ઘોડાસરમાં રહેતા દેવાંશુ ઠાકરે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. દેવાંશુ ખાનગી કંપનીમાં ડેટા એનાલિસિસ તરીકે કામ કરે છે. દેવાંશુ સેકન્ડ હેન્ડ એક્ટિવા ખરીદવા માટે ઓનલાઇન સર્ચ કરતો હતો. આ દરમિયાન olx પરનું એક્ટિવા પસંદ પડતાં દેવાંશુએ એક શખ્સ સાથે મોબાઇલ પર વાતચીત કરી હતી. આ શખ્સે દેવાંશુને કહ્યું કે મારું નામ ગોવિંદ છે અને હું નાસિકમાં આવેલી દેવાલી આર્મી કેન્ટીનમાં નોકરી કરું છું   તેમજ મારી બદલી થયેલી હોવાથી મારે બીજી જગ્યાએ જવાનું છે. તેથી એક્ટિવા વેચવાનું છે તેમ કહેતાં રૂ.ર૦,પ૦૦માં એક્ટિવા લેવાનું નક્કી થયું હતું. 

બેન્કમાં ટુકડે ટુકડે ૪.ર૪ લાખ રૂપિયા જમા કરાવ્યા
ત્યાર બાદ તેણે પૈસા જમા કરાવો, તમારું એક્ટિવા મારો માણસ તમારા અડ્રેસ પર આપી જશે તેમ કહીને તેને વિશ્વાસમાં લીધો હતો, જેથી દેવાંશુએ ગોવિંદના બેન્ક ખાતામાં ટુકડે ટુકડે ૪.ર૪ લાખ રૂપિયા જમા કરાવ્યા. ગોવિંદ દેવાંશુ પાસે હજુ વધુ રૂપિયાની માગણી કરતો હતો. આથી દેવાંશુએ વધુ રૂપિયા આપવાની ના પાડી દીધી હતી અને તેને આપેલા રૂપિયા પાછા માગતાં આ શખ્સે રૂપિયા અને એક્ટિવા નહીં આપીને મોબાઈલ બંધ કરી દીધો હતો.  

ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી 
આ શખ્સનો ફોન બંધ આવતાં દેવાંશુએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ શખ્સે બોગસ ઓળખના પુરાવા ઊભા કરી olx ઉપર ખોટી માહિતી અપલોડ કરી એક્ટિવા વેચવા માટે મૂક્યું હતું, જેથી તે આસાનીથી કોઇ પણ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી શકે. આ શખ્સે તેની ખોટી ઓળખ આપી દેવાંશુ સાથે છેતરપિંડી કરી હતી. હાલ ઇસનપુર પોલીસે યુવક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ