બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Ahmedabad to goa flight fare get quadruple

મોંઘવારી / ગુજરાતીઓનું મિનિ વેકેશન: ગોવાની ફ્લાઇટના ભાવ ચાર ગણા થયા, ઉદયપુરમાં હૉટેલો ફૂલ

Khyati

Last Updated: 10:14 AM, 12 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે મિનિ વેકેશનમાં ફરવા જવુ મોંઘુ પડશે, વધતી મોંઘવારીને કારણે વિમાની ભાડામાં ધરખમ વધારો , હોટલોમાં રૂમના ભાડામાં પણ 10થી 20 ટકાનો વધારો,

  • ગોવા જતી ફ્લાઇટ-રિસોર્ટના ભાવ આસમાને
  • ફ્લાઇટના ભાવમાં સામાન્ય કરતા ચાર ગણો વધારો
  • રાજસ્થાનમાં પણ હોટલોનું બુકિંગ ફૂલ 

શ્રાવણ માસ એટલે તહેવારોની શરૂઆત. રક્ષાબંધનથી તહેવારોની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આ વખતે ગુજરાતીઓ તહેવારોની રજાનો લાભ લઇને ફરવાનો પ્લાન બનાવી નાંખ્યો છે. મોટાભાગના ટુરિસ્ટ પ્લેસમાં હોટલોનું બુકિંગ ફુલ થઇ ગયુ છે. તો બીજી તરફ પ્રવાસીઓના ધસારાને જોતા વિમાની ભાડામાં પણ ધરખમ વધારો થવા પામ્યો છે.

ગોવા બન્યુ મોંઘું

જી, હા ગુજરાતીઓનુ ફેવરિટ ડેસ્ટિનેશન હોય તો તે છે એક રાજસ્થાન અને બીજું છે ગોવા. ત્યારે તહેવાર ટાણે ગોવાની ટિકિટના ભાવમાં પણ વધારો થયો છે. સામાન્ય દિવસો કરતા ગોવાની વિમાની સેવાનુ ભાડુ લગભગ ચાર થઇ ગયુ છે. અમદાવાદ-ગોવાનું વન-વે વિમાની ભાડું સામાન્‍ય દિવસોમાં 3500 રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ 15 ઓગસ્‍ટની રજાઓ દરમિયાન વન-વે ટિકિટ હવે 13 હજારની નજીક પહોંચવામાં છે. માત્ર વન વેનું ભાડુ 13 હજારને પાર થયું છે. તો ગોવામાં રહેવા ખાવાનું પણ મોંઘુ બન્યુ છે. રિસોર્ટના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. રૂમના ભા઼ડામાં 10થી 20 ટકાનો વધારો થવા પામ્યો છે. જો હજુ પણ ગોવાની ફ્લાઇટ ફૂલ જશે તો રિસોર્ટના ભાડામાં વધારો થઇ શકે છે. દિવાળી સુધી ફ્લાઇટના ભાડમાં વધારો જોવા મળી શકે છે. 

રાજસ્થાનમાં પણ હોટલોના ભાડા વધ્યા

મહત્વનું છે કે , સાતમ-આઠમ  આવી રહી છે.  આ નાનકડા વેકેશનમાં ફરવા જવાનો પ્લાન મોટાભાગના લોકો કરે જ છે. ત્યારે ગુજરાતની સરહદને લાગતા રાજસ્થાનમાં પણ હોટલના રૂમ મોંઘા થયા છે.  જી, હા રાજસ્થાનમાં પણ ફરવા જવા માટે અત્યારથી લોકો બુકિંગ કરાવી રહ્યા છે. ગુજરાતને જોડતી મોટા ભાગની ફ્લાઈટો મોંઘી થઈ છે. સાથે સાતમ- આઠમની રજાઓ ને કારણે

ગુજરાતની બાજુમા રાજસ્થાન બોર્ડર અને ઉદયપુર પર ફુલ બુકિંગ સાથે ડબલ ભાવમાં હોટલના રૂમ ભાડા ચાલી રહ્યાં છે.. આગામી દિવાળી સુધી આ જ પ્રમાણે ફ્લાઈટના ભાડામા વધારો જોવા મળશે..ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે ગુજરાતની ગોવા જતી ફ્લાઇટમાં ઘટાડો થયો છે વળી તેમાં પણ ઇંધણના ભાવ આસમાને પહોંચતા તેની સીધી અસર વિમાનભાડા પર જોવા મળી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ