બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Police Commissioner GS Malik ordered an investigation into the intoxicating cough syrup in Ahmedabad

તપાસ / ખેડા કફ સિરપ મોતનો રેલો અમદાવાદ પહોંચ્યો, પોલીસ કમિશનરે બહાર પાડ્યો મોટો આદેશ, જાણજો બધા

Dinesh

Last Updated: 09:22 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad police: અમદાવાદમાં નશીલી કફ સિરપને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નર જી એસ મલિકે તપાસના આદેશ આપ્યા છે.

  • અમદાવાદમાં કફ સિરપને લઈને અમદાવાદમાં તપાસના આદેશ 
  • પોલીસ કમિશન જી એસ મલિકે આપ્યા આદેશ
  • શહેરના અલગ-અલગ વિસ્તારમાં તપાસ કરવા આપ્યો આદેશ


ખેડામાં નશીલી કફ સિરપ મામલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ નશીલા પદાર્થ મામલે તપાસનો ઉગ્ર માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં નશીલી કફ સિરપને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે તપાસના આદેશ આપ્યા છે. 

નશીલા પદાર્થ મામલે તપાસ
અમદાવાદ પોલીસ કમિશ્નર જી એસ મલિક શેહરમાં નશીલા પદાર્થ મામલે તપાસનો આદેશ આપ્યો છે. અત્રે જણાવીએ કે, શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. Sog, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે શંકાસ્પદ સ્થળે સઘન તપાસ હાથ ધરી છે. ગેરકાયદેસર વેંચતા કફ શિરપ અને કેફી પીણુંને ઝડપવા કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે 

એક આરોપી ઝડપાયો
અત્રે જણાવીએ કે, પોલીસ કમિશ્નરના આદેશ વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નશા કારક કફ શિરપ બનાવવાના આશયથી ગેરકાયદે રીતે મેળવેલ પ્રતિબંધીત NITRAZEPAM TABLETS 49 નંગ તથા તેના મિશ્રણવાળુ પ્રવાહી કુલ 18 લીટર સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યું છે. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ પણ હાથ ધરી છે. 

ખેડામાં શંકાસ્પદ રીતે 5 યુવકોના મોત થયા છે
નડીયાદના બિલોદરામાં નટુભાઈ, અશોકભાઈ, અર્જુન સોઢા નામના યુવકનું અને ખેડાના બગડુ ગામમાં અલ્પેશ સોઢા, મિતેષ ચૌહાણ નામના યુવકોના શંકાસ્પદ મોત થયા છે. મિતેષ ચૌહાણ મહેમદાવાદના વડદલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, મિતેષ જ અલ્પેશ દવાખાને લઈ ગયો હતો. આ તરફ પેઢામાં દુ:ખાવા બાદ આખા શરીરે  દુખાવો થયો હતો અને કલાક બાદ  આંખો દેખાતું બંધ થયું હતું. મહેમદાવાદના વેદ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. આ તરફ હવે બગડું ગામના ભરતપુર પરામાં શોકનો માહોલ છે. આપને જણાવી દઈએ કે, આ મોત નસીલી સિરપ પીવાથી થયાની વાત ચાલી રહી છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ