બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad hotels packed for India-Pakistan match

વર્લ્ડ કપ 2023 / હાઉસફૂલ..હાઉસફૂલ.! ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ માટે અમદાવાદની હોટલો પેક, રૂમ ભાડાનો આંકડો જાણી સ્તબ્ધ થઈ જશો

Vishal Khamar

Last Updated: 08:25 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકની મહત્વપૂર્ણ ક્રિકેટ મેચ રમાવાની છે. ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચને કારણે અમદાવાદ શહેરમાં હોટલ બુકિંગમાં ભાવ વધારો થયો છે. તેમજ છેલ્લી ઘડીએ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા ચાર્ટડ પ્લેનનાં વિવિધ ચાર્જમાં વધારો કર્યો છે.

  • અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે ભારત-પાકિસ્તાન મેચ
  • આગામી 14 ઓક્ટોમ્બરનાં રોજ રમાનાર મેચને લઈ હોટલો બુક
  • ક્રિકેટ મેચ ને કારણે અમદાવાદ શહેરમાં હોટલ બુકિંગ માં ભાવ વધારો

 અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી તા. 14 ઓક્ટોમ્બરનાં રોજ ભારત-પાક વચ્ચે મહત્વપૂર્ણ મેચ રમાવાની છે. ત્યારે ભારત-પાકિસ્તાન ક્રિક્રેટ મેચને કારણે અમદાવાદ શહેરમાં હોટલ બુકિગમાં ભાવ વધારો થયો છે.  તેમજ મેચનાં કારણે હોટલો બુક થઈ ગઈ છે.  ક્રિકેટ મેચને લઈને હોટલોનાં ભાવમાં ધરખમ વધારો જોવા મળે છે. સ્ટેડિયમ અને તેની આસપાસ છેક ગાંધીનગર સુધીની હોટલો બુકિંગ ફૂલ થેમજ ભાવમાં ત્રીસથી પચાસ ગણો વધારો જોવા મળે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ આવેલી અનેક હોટલો ફૂલ છે. 2000 થી 4000 વાળી હોટલ રૂમનો ભાવ મીનીમમ દસ થી બાર હજાર જેટલો ભાવ વધારો જોવા મળે છે. હોટલ હયાત, ITC નર્મદા વગેરે હોટલનાં ભાડામાં અધધ વધારો જોવા મળી રહ્યો છે. 

ભારત-પાકિસ્તાન મેચની 14 હજાર ટિકિટોનું વેચાણ
14 ઓક્ટોમ્બરનાં રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર ભારત-પાકિસ્તાન મેચ યોજાવાની છે. ક્રિકેટરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યા 14 હજાર જેટલી ટિકિટોનું વેચાણ BCCI  દ્વારા ઓનલાઈન કરવામાં આવ્યું હતું. આજે રવિવાર હોઈ સવારથી જ ક્રિકેટ  પ્રેમીઓ ટિકિટ બુક કરવા લાગી ગયા હતા. 

BCCI Secretary Jai Shah announced that water supply will be free in the World Cup.

ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીએ વધાર્યા ચાર્જ
ક્રિકેટ મેચની શરૂઆત થતાં જ અમદાવાદ એરપોર્ટ પર સામાન્ય દિવસો કરતા ચાર્ટર્ડ પ્લેનોના મૂવમેન્ટમાં પણ વધારો થયો છે. ક્રિકેટના મહાસંગ્રામની શરૂઆત થતાં જ હાલના દિવસોમાં એરપોર્ટ પર રોજની 20થી વધુ ચાર્ટર્ડ પ્લેનની અવરજવર જોવા મળી રહી છે. 14 ઓક્ટોમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઇ રહી છે, ત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા જ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીએ ચાર્જ વધાર્યા છે.

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/અમદાવાદ-એરપોર્ટ' title='અમદાવાદ એરપોર્ટ'>અમદાવાદ એરપોર્ટ</a> પર રન વે પર દોડાદોડી કરી રહ્યું હતું શ્વાન, ચાર જીપ પાછળ  દોડાવ્યા બાદ જોવા જેવી થઈ | A dog was running on the runway at Ahmedabad  airport

ચાર્ટર્ડ પ્લેન ઓપરેટરો ફસાયા
જેમાં મેચમાં આવતા ચાર્ટર્ડ પ્લેનના વિવિધ ચાર્જિંસ બે લાખને પાર પહોંચ્યા છે. મેચને લઇ એરપોર્ટ પર સેલેબ મૂવમેન્ટ વધવાને લઇ ચાર્જ વધારાયા છે. પેસેન્જરોએ તો પહેલાથી જ ટિકિટ બુક કરાવી દીધી છે, એવામાં છેલ્લી ઘડીએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીએ ચાર્જ વધારતા ચાર્ટડ પ્લેન ઓપરેટરોએ પૈસા ચૂકવવા પડશે. એરપોર્ટ ઓથોરિટીની કમાઇ લેવાની લ્હાયમાં ચાર્ટર્ડ ઓપરેટરો ફસાયા છે. 

Topic | VTV Gujarati

એસ્કોર્ટીંગ માટે વસુલાશે 50 હજારની ફી
અમદાવાદ એરપોર્ટથી VVIPને એસ્કોર્ટ ફેસલિટી ફ્રીમાં નહી મળે, એસ્કોર્ટીંગ માટે 50 હજારની ફી વસુલવામાં આવશે. જનરલ એવીએશનના ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પેસેન્જરની સંખ્યા ઘટાડીને લેવાતા ચાર્જમાં વધારો કરાયો છે. 8 પેસેન્જરના વસુલાતા ચાર્જની સામે સંખ્યા 6 કરી અગાઉના ચાર્જ કરતા ચાર્જ વધુ કરાયો છે.

ચાર્ટડ વિમાન ઓપરેટરોને ભારે નુકસાન 
VIP લાઉન્જ એક્સેસના ભાવમાં પણ 1 હજારનો વધારો કરાયો છે. પેસેન્જરના નામમા ફેરફાર કે એરક્રાફ્ટ કેન્સલેશનમાં પણ ચાર્જ વસુલાશે. દુબઇથી ચાર્ટર્ડ પ્લેનમાં આવતા લોકોના ચાર્જીસમાં પણ વધારો થયો છે. 15 પેસેન્જરની સામે 2.65 લાખનો ચાર્જ વસુલવામાં આવશે. એક પેસેન્જર દીઠ 17 હજારથી વધુનો ચાર્જ અને GST અલગથી વસુલાશે. પેસેન્જરોએ અગાઉથી બુકિંગ કરી દીધું હોવાથી ચાર્ટર્ડ પ્લેન ઓપરેટર્સ પેસેન્જરો પાસે વધુ ચાર્જ નહીં લઇ શકે. જેના કારણે ભારત પાકિસ્તાન મેચ પહેલા ચાર્ટર્ડ વિમાન ઓપરેટરોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ