બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Fraud of Rs 2.46 Crores in the name of task to increase hotel rating and investment

ક્રાઈમ / અમદાવાદની મહિલા સાથે અઢી કરોડની છેતરપિંડી કરનાર ઝડપાયો: ટેલિગ્રામ પર ટાસ્કના નામે ચૂનો લગાડતો

Dinesh

Last Updated: 05:16 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં હોટલ રેટિંગ વધારવા અને રોકાણ કરવા માટેના ટાસ્કના નામે રૂપિયા 2.46 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે, સાયબર ક્રાઈમે મુંબઈના હરીશ જૈન નામના શખ્સની ધરપકડ કરી

  • અમદાવાદમાં રૂપિયા 2.46 કરોડની ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો
  • મુંબઈના હરીશ જૈનની સાયબર ક્રાઈમે કરી ધરપકડ
  • હરીશ જૈને 2 શખ્સોને આપ્યા હતા બેંક એકાઉન્ટ


ટેલિગ્રામથી હોટલના રેટિંગ વધારવા કે રોકાણ કરવા માટેના ટાસ્કથી ચેતી જાજો. કારણે કે, અમદાવાદના એક મહિલા સાથે રૂપિયા 2.46 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. આ ઠગાઈ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમે મુંબઈના હરીશ જૈન નામના શખ્સની ધરપકડ કરી છે. 

ટેલિગ્રામના માધ્યમથી ટાસ્ક આપીને કરતા હતા છેતરપિંડી
જે આરોપી મૂળ રાજસ્થાનનો અને હાલમાં મુંબઈ ખાતે રહેતા હરીશ જૈને ઋતુલ કાનાબાર અને નિકુંજ ઉર્ફે દિવ્યેશ ખેમાણીને એકાઉન્ટ આપ્યા હતા. બંને શખ્સોની ધરપકડ કરીને પૂછપરછ કરાતા હરીશ જૈનનુ નામ ખૂલ્યુ હતુ. તેથી સાયબર ક્રાઈમે હરીશ જૈનની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ટેલીગ્રામ ટાસ્કના નામે એકાઉન્ટનો અન્ય કોઈ ગુનામાં ઉપયોગ કર્યો છે કે કેમ અને આરોપી એકાઉન્ટ કેવી રીતે મેળવતો હતો તે સંદર્ભે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. 

વાંચવા જેવુંફ્લાવર શોની સાથે સાથે અમદાવાદમાં હવે કાઇટ ફેસ્ટિવલની મજા: આ તારીખે થશે શુભારંભ, દુનિયાના 55 દેશોના પતંગબાજો લેશે ભાગ

રાજ્યોના 18 ગુનાનો ભેદ ઉકેલાયો
સાયબર ક્રાઈમની તપાસમાં જાણવા મળ્યુ છે કે, આરોપીઓ ટેલિગ્રામના માધ્યમથી રોકાણને લઈને એક મેસેજ કરતા હતા. જેમાં મેક માય ટ્રીપની હોટલના રેટિંગ વધારવા અને રોકાણના ટાસ્કના બહાને છેતરપીંડી કરતા હતા. રૂપિયા 2.46 કરોડ માટે 29 જેટલા બેંક એકાઉન્ટ ઉપયોગ થયો હતો. પોલીસ તપાસમાં અમદાવાદનાં 2 અને અન્ય રાજ્યોના 18 ગુનાનો ભેદ ઉકેલાયો છે. બિહાર, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતનાં લોકો સાથે દોઢ વર્ષથી રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ