બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Ahmedabad flight diverted due to heavy wind in Surat

મુશ્કેલી / સુરતમાં ભારે પવન સાથે માવઠું પડતા ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ, આકાશમાં 6 રાઉન્ડ ફર્યા બાદ લેવાયો નિર્ણય

Mahadev Dave

Last Updated: 08:08 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ભારે પવન સાથે માવઠું પડતા ફ્લાઈટ ડાયવર્ટ કરવાની પણ નોબત આવી હતી. વિઝિબિલિટી ઘટતા ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી.

  • ભારે વરસાદને લઈ ફલાઇટ ડાયવર્ટ કરાઈ 
  • એર ઇન્ડિયા એક્સપ્રેસની ફલાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ
  • બેંગલોરથી સુરત આવી રહી હતી ફ્લાઈટ 
  • સાંજે 5 કલાકે ભારે વરસાદ વરસતા વિઝિબ્લિટી ડાઉન થઇ હતી 

હવામાન વિભાગની આગાહીને લઈને આજે સુરત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ત્રાટકી રહ્યો છે. માવઠાએ મોકાણ સર્જતાં ઠેર ઠેર ખેદાન મેદાન થયું છે. પાકને તો નુકસાન થયું જ છે પરંતુ સુરતમાં ભારે પવન સાથે માવઠું પડતા ફ્લાઈટ ડાયવર્ટ કરવાની પણ નોબત આવી હતી. વિઝિબિલિટી ઘટતા ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરવા નિણર્ય લેવાયો હતો.

આકાશમાં 6 રાઉન્ડ ફર્યા બાદ ફલાઇટ અમદાવાદ રવાના કરાઈ 

એર ઇન્ડિયા એક્સપ્રેસની ફલાઇટ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. વરસાદને લઈને બેંગ્લોરથી સુરત આવતી ફલાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર ઉતરાણ માટે ફલાઇટને મુશ્કેલી પડી હોવાથી આકાશમાં 6 રાઉન્ડ ફર્યા બાદ ફલાઇટ અમદાવાદ રવાના કરવામાં આવી હતી. સુરતના હવાઈ મુસાફરોનું અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ થયું હતું.

સુરતમાં માવઠું ત્રાટકતા હેરાનગતિ થઈ હતી. વરસેલા વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. સુરતના રિંગરોડ ફ્લાયઓવર પર વરસાદી પાણી ભરાયા હતા. જેને પગલે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવનાઓ વારો આવ્યો હતો. સહારા દરવાજા ફ્લાયઓવર પાણીમાં ગરકાવ થયો હતો. બીજી તરફ કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા જન્મી હતી. ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિથી પાપડી, ગુવાર, સરગવા અને તુવેરના પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.

30 હજાર જેટલી ડાંગરની ગુણીને નુકસાન

વધુમાં સુરતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ભર શિયાળે વરસેલા કમોસમી વરસાદને લઈ ઉમરપાડામાં ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી છે. આ ઉપરાંત સુરતના ઓલપાડ જીનમાં ભારે પવનથી નુકસાન થયું હતું. ઓલપાડ જીનમાં ડાંગર ભરેલા ગોડાઉનના પતરાં ઉડ્યા હતા. ભારે પવન અને વાવાઝોડામાં સિમેન્ટના પતરાં તૂટ્યા ગોડાઉનમાં 30 હજાર જેટલી ડાંગરની ગુણી હતી. જેને નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. તેમજ સુરતના ઓલપાડ તાલુકા માં વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી. પાલ કોટન મંડળીમાં મુકેલી ડાંગર પાણીમાં પલળી ગયું હતું. ડાંગર પલળી જતા રૂ.20 લાખથી વધુનુ મંડળીને નુકસાન થયાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના 36 ગામના ડાંગરનો જથ્થો પલળી ગયો હતો.

 વીજળી પડતા 8 મહિલા દાઝી ગઈ હતી

તે જ રીતે સુરતના મઢી ગામે શ્રમિક મહિલાઓ પર 
 વીજળી પડતા હડકમ્પ મચી ગયો હતો. ખેતરમાં કામ કરતા સમયે મહિલાઓ પર વીજળી પડી હતી. પરિણામે ખેતરમાં વીજળી પડતા 8 મહિલા દાઝી ગઈ હતી. જેને લઈને તમામ મહિલાઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જેમાં 4 મહિલાઓને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ હતી. જ્યારે 1 મહિલાની હાલત ગંભીર થતા સુરત સિવિલ ખસેડાઈ હતી.

હજારો હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન
 સુરતના ભાટ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.. પાપડી ગુવાર, સરગવા અને તુવેરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.. ભારે પવન અને વરસાદને કારણે અનેક ખેતરોમાં આખો પાક એક તરફ નમી ગયો છે. હજારો હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું છે..  કમોસમી વરસાદના કારણે અત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સરકાર ઝડપથી સરવે કરાવી યોગ્ય વળતર ચૂકવે તેવી માગ ઉઠી છે.

સંકળાયેલા મુદ્દાઓ

surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ