બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad chandkheda police arrested person woman video mobile

અમદાવાદ / ચાંદખેડામાં ફોન પર વાત કરવાનો ઢોંગ કરી અશ્લીલ વીડિયો ઉતારતા શખ્સને મહિલાએ ફટકાર્યો

Hiren

Last Updated: 05:35 PM, 13 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં મહિલા અને બાળકીઓ હવે જાણે સુરક્ષિત નથી તેવા કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે. ક્યાંક નાની બાળકીઓ પર અડપલા કરવામાં આવે તો ક્યાંક મહિલાઓની છેડતી થાય છે. ચાંદખેડામાં અધેડ દ્વારા મહિલાના અશ્લીલ વીડિયો ઉતારતા આ મહિલાએ આધેડને રંગે હાથે ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો.

  • અમદાવાદમાં સુરક્ષિત નથી મહિલાઓ
  • આધેડે ફોનમાં ઉતાર્યા મહિલાના વિડિયો
  • આધેડના ફોનની તપાસ કરતા વિડીયો આવ્યો સામે

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં થોડા સમય પહેલા પણ યુવતીની છેડતી કરતા યુવક ઝડપાયો હતો. તે સ્થળ પર ફરી એક વખત યુવતીનો વીડિયો બનાવનાર આધેડને યુવતીઓએ સબક શીખવાડ્યો હતો. જગતપુર રોડ પર આવેલ સેવી સ્વરાજ આકાંશા ફ્લેટ નજીક આધેડ વયનો પુરુષ જયેશ પટેલ યુવતીનો વીડિયો બનાવી રહ્યો હતો. આ આધેડના મોબાઈલમાં ફ્લેશ જોતા યુવતીને શંકા ગઈ અને તેણે મોબાઈલ ચેક કરતા તેના શોર્ટ કપડા પહેરેલા અશ્લીલ વીડીયો જોવા મળ્યો. યુવતી દ્વારા સર્તક્તા દાખવી અને હિંમતપૂર્વક આધેડનો ફોન તપાસતા આધેડની હેવાનિયત સામે આવી હતી. આ યુવતીએ પોતાનુ રક્ષણ ખુદ કરીને મહિલાઓને સેલ્ફ ડિફેન્સ રહેવાની અપીલ પણ કરી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી

ફરિયાદી યુવતીનો આરોપ છે કે તેને આધેડનો મોબાઈલ લઈને તેમાં તપાસ કરતા તેઓનો વિડીયો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આસપાસની યુવતીઓ ભેગી થઈને આધેડને માર માર્યો હતો. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવતીની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી જયેશ પટેલ AC રિપેરીંગનું કામ કરે છે અને CTM ચાર રસ્તા પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

ફોન પર વાત કરવાનો ઢોંગ કરીને ઉતારતો હતો વીડિયો

ફરિયાદી યુવતી તેમજ આધેડ સાથે થયેલ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. જેમાં આધેડ ફોન પર વાત કરવાનો ઢોંગ કરતો હતો, પરંતુ તેના ફોનની ફ્લેશલાઈટ ચાલુ છે જે સ્પષ્ટ CCTVમાં સામે આવ્યુ છે. આ મહિલાની સર્તકતાને કારણે અને તેને પોતાની સુરક્ષા માટે ભરેલા પગલાથી છેડતી કરનાર આધેડ પોલીસના હાથે ઝડપાયો છે. પરંતુ આવા અનેક રોમિયોગીરી કરતા શખ્સો યુવતી અને મહિલાઓની જાહેરમાં છેડતી કરતા હોય છે. પણ ઘણી મહિલાઓ ડરના કારણે ફરિયાદ ન કરતા આવા રોમિયો બિન્દાસ્ત ફરતા હોય છે અને સમાજમાં દુષણ ફેલાવતા હોય છે.

થોડા દિવસ અગાઉ પણ અમદાવાદના જગતપુર વિસ્તારમાં કિશોરીનો ફોટો પાડનાર સગીર આરોપીને ઝડપીને લોકોએ ઢોરમાર માર્યો હતો. લોકો જોઈ જતા તેને અટકાવી ફોટો ડીલીટ કરાવ્યા હતા. સગીર સામે પોલીસે છેડતીની ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ