બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Bullying of Jamalpur Traffic Police

રોફ / ચૂપ હો જા... તું મેરે કો શિખાયેગા... અમદાવાદ ટ્રાફિક પોલીસની દાદાગીરી, કાર ચાલકને માર મારી બીભત્સ શબ્દો કહ્યાં

Dinesh

Last Updated: 06:13 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમાલપુર પાસે ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વાયરલ વીડિયો સામે આવ્યો છે, જે મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ રિપોર્ટ તૈયાર કરીને એક્શન લેશે

  • જમાલપુર ટ્રા્ફિક પોલીસની દાદાગીરી
  • ટ્રાફિક પોલીસે કાર ચાલકને માર માર્યો
  • સમગ્ર ઘટનાનો વીડિયો સો.મીડિયામાં વાયરલ


અમદાવાદ શહેરમાં અવાર નવાર ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવતી હોય છે ત્યારે ફરી એકવાર જમાલપુર પાસે ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે.  જ્યાં કાર ચાલકને રોકી માર માર્યા છે.  વિગતો મુજબ વાહનચાલકે કાર ન રોકતા પોલીસે માર માર્યો છે.  જો કે, જે આ મામલે વીટીવીના અહેલાલ બાદ કાર્યવાહીનો ધમધમાટ પણ શરૂ થયો છે. 

કાર ચાલકને ચોકી પર બેસાડી રાખ્યો હતો
આપને જણાવીએ કે, માર મારવાની સાથે પોલીસે વાહનચાલકને બિભત્સ શબ્દો પણ કહ્યા હતા.  કારચાલકને જમાલપુર ટ્રાફિક ચોકી પર બેસાડી રાખ્યો હતો.  સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભાટ મચ્યો છે.  ટ્રાફિક પોલીસની દાદાગીરી અવાર-નવાર સામે આવતી હોય છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જમાલપુર ટ્રાફિક પોલીસ વિવાદમાં આવી હતી તેમજ અનેક વખત જમાલપુર ટ્રાફિક પોલીસની દાદાગીરીના કિસ્સાઓ ધ્યાને આવ્યા છે.  કાર ચાલકે કહ્યું હતું કે,  બીજા વાહન ચાલકો સાથે પણ પોલીસ આવું જ વર્તન ન કરે છે

રિપોર્ટ તૈયાર કરીને એક્શન લેવામાં આવશે
જમાલપુરમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વાયરલ વીડિયો મામલે વીટીવીએ અહેલાવ બતાવ્યો હતો જે બાદ પોલીસ ઉચ્ચ અધિકારીઓએ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. વીડિયોમાં દેખાતા ટ્રાફિક પોલીસ અને TRB જવાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.  તમામ વિરુદ્ધ રિપોર્ટ તૈયાર કરીને એક્શન લેવામાં આવશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ