બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad became the busiest airport in the country

રેકોર્ડ / અમદાવાદ બન્યું દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ, નાણાંકીય વર્ષમાં 1.01 કરોડ મુસાફરોની અવર-જવર નોંધાઇ

Vishal Khamar

Last Updated: 03:16 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વર્ષ 2023 માં 1.01 કરોડ મુસાફરોની અવર જવર નોંધાવા પામી છે. ત્યારે ગત વર્ષે મુસાફરોની અવર-જવર મામલે સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદ સાતમાં સ્થાને છે. નાણાંકીય વર્ષમાં 1 કરોડ મુસાફરોનો આંક હાંસલ કર્યો છે.

  • અમદાવાદ એરપોર્ટ પર વર્ષ 2023 માં. 1.01 કરોડ મુસાફરની અવર જવર નોંધાઈ
  • મુસાફરોની અવર જવર મામલે અમદાવાદ સાતમા સ્થાને
  • નવેમ્બર મહિનામાં એક જ દિવસમાં 42224 મુસાફરોએ સેવાનો લાભ લીધો

 અમદાવાદ એરપોર્ટનાં સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ ચાલુ નાણાંકીય વર્ષમાં 8 ફેબ્રુઆરી 2024 સુધી 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી  છે. ત્યારે આ નોંધપાત્ર સિદ્ધિ બદલ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 29 માર્ચ 2023 ના રોજ મુસાફરોની સંખ્યા 10 મિલિયને પહોંચવા પામી છે. એરપોર્ટ પર 240 થી વધુ દૈનિક ફ્લાઈટનું આવન જાવન થાય છે.  તેમજ બે ટર્મિનલ 32000 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને સેવા પૂરી પાડે છે. 

નવેમ્બર મહિનામાં એક જ દિવસમાં 42224 મુસાફરોએ સેવાનો લાભ લીધો
20 નવેમ્બરે 2023 નાં રોજ એરપોર્ટ પર એક જ દિવસમાં કુલ 42224 મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો. જ્યારે 19 નવેમ્બરનાં રોજ 40801 મુસાફરો, 18 નવેમ્બર 38723, 19 નવેમ્બરે 359 ફ્લાઈટની આવન જાવન રેકોર્ડ કરવામાં આવી હતી.  અમદાવાદ એરપોર્ટ પર 42 સ્થાનિક સ્થળોને સાત એરલાઈન્સ સાથે અને 15 ઈન્ટરનેશનલ સ્થળોને 18 એરલાઈન્સ સાથે જોડે છે. 

વર્ષ 2023માં ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટ

એરપોર્ટ મુસાફરો
દિલ્હી 6.53 કરોડ
મુંબઇ 4.39 કરોડ
બેંગ્લુરુ 3.19 કરોડ
હૈદરાબાદ 2.09 કરોડ
ચેન્નઇ 1.85 કરોડ
કોલકાતા 1.77 કરોડ
અમદાવાદ 1.01 કરોડ
કોચી 88 લાખ
ગોવા 83 લાખ
પૂણે 80 લાખ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ