બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Airport's runway covered with high-definition CCTV cameras, special team will keep a close eye

અભેદ્ય સુરક્ષામાં વધારો / અમદાવાદ એરપોર્ટના રન-વે પર હાઈડેફિનેશન CCTV કેમેરાનું કવચ, સ્પેશિયલ ટીમ રાખશે ચાંપતી નજર |

Vishal Khamar

Last Updated: 06:20 PM, 31 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ એરપોર્ટ સહિત દેશનાં એરપોર્ટ પર આતંકવાદીઓના નિશાના પર હોઈ તમામ એરપોર્ટને હાઈ સિક્યુરીટી ઝોન જાહેર કરવામાં આવ્યા છે. એરપોર્ટ પર ૫૦-૫૦ ફૂટના અંતરે કેમેરા લગાવાયા છે.

  • એરપોર્ટના રન-વે પર હાઈડે‌ફિનેશન સીસીટીવી કેમેરાનું કવચ
  • કરંટવાળા તાર-કાંટાળી જાળી હોવા છતાં CCTV લગાવાયા
  • ૫૦-૫૦ ફૂટના અંતરે કેમેરા લગાવવામાં આવ્યા

દેશનાં તમામ એરપોર્ટ આતંકવાદીઓના સોફ્ટ ટાર્ગેટ પર હોવાથી તમામને હાઇસિક્યો‌રિટી ઝોન જાહેર કરવામાં આવ્યા છે. એરપોર્ટ પર કોઈ આતંકી હુમલો થાય નહીં કે પછી પ્લેન હાઇજેક થવા જેવી ઘટના બને નહીં તેના માટે શસ્ત્રોથી સજ્જ સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરી તેને અભેદ્ય સુરક્ષા કિલ્લામાં ફેરવાયું છે. એરપોર્ટ હાઇસિક્યોરિટી ઝોન હોવા છતાંય તેની સુરક્ષામાં સીસીટીવીનું કવચ લગાવી દેવામાં આવ્યું છે. એરપોર્ટ રન-વે પર ફરતી દીવાલ પાસે હાઇડેફિનેશન તેમજ નાઇટ વિઝનના સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા લગાવી દીધા બાદ જો કોઈ વ્યક્તિ એરપોર્ટના રન-વે પર ઘૂસવાની કોશિશ કરશે તો સીઆઇએસએફની ટીમ તરત જ તેને દબોચી લેશે. સીસીટીવી કેમેરાનું સતત સ્પેશિયલ ટીમ દ્વારા મો‌નિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

હાઇડેફિનેશન તેમજ નાઇટ વિઝનના સીસીટીવી કેમેરા લગાવાયા

જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિગ કરાયું હતું
થોડા દિવસ પહેલાં મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ)ને માહિતી મળી હતી, જેના કારણે ફ્લાઇટનું જામનગર એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એનએસજી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એટીએસ, લોકલ ક્રાઇમ બ્રાંચ સહિતની પોલીસે ફ્લાઇટમાં આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ફ્લાઇટમાં કોઇ વાંધાનજક ચીજવસ્તુ નહીં મળી આવતાં બીજા દિવસે સવારના દસ વાગ્યા બાદ એનએસજીની ટીમે ગ્રીન ‌સિગ્નલ આપતાં ફ્લાઇટ ટેક ઓફ થઈ હતી. જામનગર ફ્લાઇટ ઇમર્જન્સી લેન્ડિંગ કેસમાં ભલે કોઈ વાંધાનજક ચીજવસ્તુઓ મળી આવી નથી, પરંતુ આ એક ઘટનાએ સુરક્ષા એજન્સીઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. એરપોર્ટની સુરક્ષા પર અનેક વખત સવાલો ઊભા થયા છે, પરંતુ એજન્સીઓની સતર્કતાના કારણે એરપોર્ટના કિલ્લાને આંચ નથી આવી. 
અનિચ્છનીય બનાવ બને નહી તે માટે સીસીટીવી કેમેરા લગાવાયા
જામનગર ઇમર્જન્સી લેન્ડિંગ કેસ પહેલાં પણ મુંબઈથી દિલ્હી જઈ રહેલી જેટ એરવેઝની ફ્લાઇટ નંબર-9W339ના ટોઇલેટમાં આતંકીઓ વિસ્ફોટકો સાથે ઘૂસી ગયા હોવાની ‌ચિઠ્ઠી મળતાં મોડી રાતે ફ્લાઇટને ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આઇસોલેટેડ રન-વે પર જઈ પ્લેનને લેન્ડિંગ કરાવ્યા બાદ એરપોર્ટ સુરક્ષા એજન્સીઓ તેમજ ક્રાઇમ બ્રાંચ, એટીએસની ટીમ સહિત પોલીસના કાફલા અને બોમ્બ ‌ડિસ્પોઝલની ટીમે ફ્લાઇટનું ચેકિંગ કર્યું હતું. ફ્લાઇટમાંથી કશું જ શંકાસ્પદ નહીં મળતાં અંતે તેને દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી. અમદાવાદ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ સજ્જ છે તેમ છતાંય કોઈ પણ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે હવે સીસીટીવી કેમેરા પણ લગાવી દેવાયા છે. 

ફાઈલ ફોટો

પક્ષીઓને ઉડાડવા માટે કેટલાક કર્મચારીઓ પણ તહેનાત હોય છે
સરદારનગર વિસ્તારથી કોતરપુર થઈને માયા સિનેમા સુધી એરપોર્ટની અંદાજે ર૦ ફૂટ ઊંચી દીવાલ આવેલી છે. આ દીવાલ ઉપર કરંટ પસાર થતા તાર તેમજ કાંટાળી જાળી લગાવેલી છે. દીવાલ પર બે જાળીઓ લગાવેલી હોવા છતાંય કોઇ શાતિર શખ્સ આરામથી તેના પરથી છલાંગ લગાવીને રન-વે પર ઘૂસી શકે છે. એરપોર્ટ રન-વે પર અવારનવાર સીઆઇએસએફના જવાનો પેટ્રોલિંગ કરતા હોય છે અને પક્ષીઓને ઉડાડવા માટે કેટલાક કર્મચારીઓ પણ તહેનાત હોય છે.
 કેમેરાનું ર૪ કલાક મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે
એરપોર્ટની સુરક્ષા પર આંચ આવે નહીં તે માટે સીસીટીવી કેમેરાનું કવચ લગાવી દેવામાં આવ્યું છે. સરદારનગરથી લઈને માયા સિનેમા સુધીની દીવાલ પાસે હાઇડેફિનેશન અને નાઇટ વિઝનના સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે. પ૦-પ૦ ફૂટના અંતરે સીસીટીવી કેમેરા લગાવ્યા છે, જે રન-વે ‌સિવાય બહારના રોડનું પણ મોનિટરિંગ કરશે. કેમેરાનું ર૪ કલાક મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે હવે રન-વે પર કોઈની તાકાત નથી કે ઘૂસી શકે. સીઆઇએસએફના સ્નાઇપર પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.
એરપોર્ટ આસપાસનાં કેટલાંક ખંડેર બિલ્ડિંગથી રન-વેમાં એન્ટ્રી?
સુરક્ષાને લઈ ર૦૦થી વધુ સીઆઇએસએફના જવાનોને શસ્ત્રો સાથે તહેનાત કરાયા છે તેમ છતાંય એરપોર્ટની સુરક્ષા પર અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટમાં અભેદ્ય સુરક્ષા ગોઠવી છે કે કોઈ જાનવર પણ આસાનીથી ઘૂસી ના શકે, પરંતુ એરપોર્ટના રન-વે પર સુરક્ષાના નામે પહેલાં છીંડાં જોવા મળ્યાં હતાં. કોઈ એરપોર્ટના રન-વેમાં ઘૂસી ના જાય તે માટે ર૦ ફૂટની દીવાલ આવેલી છે અને તેના ઉપર ત્રણ ફૂટના લેયરથી કરંટ પસાર થતા તાર લગાવવામાં આવ્યા છે ત્યારે દરેક રન-વે પર ત્રણ ચોકી અને વોચ ટાવર મૂકવામાં આવ્યા છે. કોતરપુરથી નરોડા જવાના રોડ પર એરપોર્ટની દીવાલ પાસે એક ખંડેર બિલ્ડિંગ આવેલું છે. આ બિલ્ડિંગની છત પર ચઢીને લોકો આસાનીથી એરપોર્ટના રન-વે પર છલાંગ લગાવીને ઘૂસી શકે છે. બિ‌લ્ડિંગની છત પર ચઢવા માટે કોઇ સીડી નથી, પરંતુ તૂટેલી બારીનો ઉપયોગ કરીને લોકો છત પર જાય છે અને પ્રતિબંધિત એવા એરપોર્ટ રન-વેના ફોટોગ્રાફ્સ લે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ