બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Agriculture Minister's big statement regarding crop damage assistance

ગાંધીનગર / ખેડૂતોને મળશે દિવાળી ધમાકા, પાક નુકસાની સહાય અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન

Malay

Last Updated: 04:48 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતોને પાક સહાયને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ગત અતિવૃષ્ટિમાં જે નુકસાન થયું હતો તેનો સર્વે પૂરો થઈ ગયો છે, દિવાળી પહેલા ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવશે.

 

  • ખેડૂતોને પાક સહાયને લઈ કૃષિમંત્રી રાઘવજીનું મોટું નિવેદન 
  • ગત અતિવૃષ્ટિમાં જે નુકસાન થયું તેનો સર્વે પૂરો થઈ ગયો છેઃ રાધવજી 
  • દિવાળી અગાઉ ખેડૂતોને સહાયની કરાશે જાહેરાતઃકૃષિમંત્રી 

અતિવૃષ્ટિ, વાવાઝોડા, પૂર જેવા સમયે ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર પણ રાજ્ય સરકાર દ્વારા સમયસર પૂરુ પાડવામાં આવે છે. ગુજરાત વિધાનસભાના ચોમસું સત્ર દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતોને જુદી કુદરતી આફતો સામે ખેતીના પાકોને થયેલા નુકસાન સામે 59.81 લાખ ખેડૂતોને 6624.26 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.

ભૂપેન્દ્રભાઈની સરકાર ખેડૂતોને સહાય પીઠેહઠ કરતી નથીઃ રાઘવજી પટેલ
રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે આજે  ખેડૂતોને પાક સહાયને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને સહાય આપવામાં ક્યારેય પીછેહઠ કરતી નથી. કુદરતી આફત જેવી અતિવૃતિ, વાવાઝોડું, પૂર આવા સમયે ખેડૂતોના પાકને કે ખેતીની જમીનને નુકસાન થયું હોય ત્યારે સરકાર પૂરતા પ્રમાણમાં સહાય આપે છે. 

દિવાળી અગાઉ ખેડૂતોને સહાયની જાહેરાત થશેઃ કૃષિમંત્રી
તેમણે જણાવ્યું કે, ગઈ અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાકને અને જમીનને જે નુકશાન થયું તેનો સર્વે પૂરો થઈ ગયો છે. તેનો અહેવાલ પણ તૈયાર થઈ ગયો છે. જે મુખ્યમંત્રીની વિચારણા હેઠળ છે. હું માનું છું ત્યાં સુધી દિવાળી પહેલા અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની જાહેરાત થઈ જશે. 

રાઘવજી પટેલ (કૃષિમંત્રી, ગુજરાત રાજ્ય)

હવે ઝટકા મશીન યોજનાનો ખેડૂતોને મળી રહ્યો છે લાભ 
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સોલાર ઝટકા મશીન યોજના અમલમાં મૂકાઈ છે. હવે ઝટકા મશીન યોજનાનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. આજે પ્રતીકરૂપે 5 જેટલા ખેડૂતોને સહાય માટેના પ્રમાણ પત્રો પણ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના વરદહસ્તે આપવામાં આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ