બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / After WTC final Virat Kohli and Anushka Sharma at the Krishna Das Kirtan show in London

ક્રિકેટ / WTC ફાઇનલમાં હાર પછી વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે લંડનમાં કૃષ્ણ દાસ કીર્તન શોમાં પંહોચ્યો, PHOTOS થયા વાયરલ

Megha

Last Updated: 03:55 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી WTC ફાઈનલ બાદ પત્ની અનુષ્કા શર્મા સાથે લંડનમાં કૃષ્ણદાસ કિર્તન શો માણતા જોવા મળ્યા હતા.

  • ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ લંડનમાં વેકેશન મનાવી રહ્યા છે 
  • વિરાટ કોહલી અને અનુષ્કા લંડનમાં કૃષ્ણદાસ કિર્તન શોમાં જોવા મળ્યા
  • હાલ એમની આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ લંડનમાં વેકેશન મનાવી રહ્યા છે જ્યારે કેટલાક ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે. ટીમ ઈન્ડિયા આવતા મહિને જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, આ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. 

એવામાં હાલ એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી WTC ફાઈનલ બાદ લંડનમાં છે અને પત્ની અનુષ્કા શર્મા સાથે સમય વિતાવી રહ્યો છે. સાથે જ હાલમાં જ બંને લંડનમાં કૃષ્ણદાસ કિર્તન શો માણતા જોવા મળ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ધાર્મિક સ્થળો અને તીર્થસ્થળોની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે. કોહલી અને અનુષ્કા 2023ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામેની હોમ ટેસ્ટ સીરિઝ દરમિયાન વૃંદાવન નીબ કરોલી બાબાનો આશ્રમ અને ઉજ્જૈન મહાકાલ મંદિરની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. તે સમયે બંનેની ઘણી તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા.

એ વાત નોંધનીય છે કે વિરાટ કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની બંને ઈનિંગ્સમાં બેટથી ફ્લોપ રહ્યો હતો. બીજી ઇનિંગમાં લાગી રહ્યું હતું કે કોહલી મોટી ઇનિંગ રમશે પરંતુ 49 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. કોહલીની વિકેટ પડતાની સાથે જ ભારતીય ટીમ બીજા દાવમાં 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ 209 રનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો.

IPL 2023 વિરાટ કોહલી માટે શાનદાર રહ્યું પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરતા જ બેટ શાંત પડી ગયું. WTC ફાઇનલમાં નિરાશાજનક પ્રદર્શન બાદ કોહલીની સામે હવે વેસ્ટ ઇન્ડિઝ સામે રમશે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 રમશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ