બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After the dummy scandal in the state, now the fake mark sheet scam has come to light

કાર્યવાહી / ડમીકાંડ બાદ હવે નકલી માર્કશીટનું કૌભાંડ, એકસાથે 66 પરિણામપત્રક સાથે SOGએ આરોપીને દબોચ્યો

Malay

Last Updated: 01:32 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Scam of fake mark sheet: રાજ્યમાં ડમીકાંડ પછી હવે નકલી માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું છે. દ્વારકા જિલ્લામાંથી ધોરણ 10ની 66 નકલી માર્કશીટ સાથે એક શખ્સને SOGએ ઝડપી પાડ્યો છે.

 

  • ધોરણ-10ની નકલી માર્કશીટનું કૌભાંડ
  • 66 નકલી માર્કશીટ સાથે શખ્સ ઝડપાયો
  • અજીમ ડુંગડા નામના શખ્સની ધરપકડ

ગુજરાતમાં એકપછી એક ઘણા કૌભાંડોનો પર્દાફાશ થઈ રહ્યો છે. અત્યારે હવે નકલી માર્કશીટ અને સર્ટિફિકેટનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. SOGએ એક આરોપીને ઝડપી પાડ્યો છે અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. 

SOGએ એક શખ્સની કરી ધરપકડ 
દ્વારકા SOGની ટીમે સલાયાના પરોડીયા રોડ પરથી એક શખ્સની ધોરણ 10ની 66 નકલી માર્કશીટ સાથે ધરપકડ કરી છે. SOGની ટીમે પરોડીયા રોડ પરથી અજીમ ડુંગડા નામના એક શખ્સની ધરપકડ કરી છે. તેની પાસેથી ધોરણ-10ની 66 નકલી માર્કશીટ મળી આવી છે. SOGને આ શખ્સ પાસેથી ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગરની નકલી માર્કશીટ સહિત STCW સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે. 

પૂછપરછમાં થયા મોટા ખુલાસા
અજીમની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેણે જણાવ્યું કે, સલાયા તથા અન્ય વિસ્તારના રહીશો કે જેને વિદેશમાં સારા પગારથી વહાણ કે બોટમાં નોકરી મેળવવી હોય, તેઓને અનિવાર્ય એવા સ્ટાન્ડર્ડ ઓફ ટ્રેનિંગ સર્ટિફિકેટ એન્ડ વોચ કીપિંગનું સર્ટિફિકેટ મેળવવા ધોરણ 10ની માર્કશીટ અનિવાર્ય હતું. જેથી આ શખ્સ દ્વારા ધોરણ 10ની ખોટી માર્કશીટ બનાવી આપવામાં આવતી હતી. આ માટે તે રૂપિયા 35થી 40 હજાર લેતો હતો. 

સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો દાખલ
હાલ એસઓજીની ટીમે આરોપી પાસેથી 66 નકલી માર્કશીટ, કોમ્પ્યુટરસ પ્રિન્ટર વગેરે કબેજે લઈ અજીમ ડુંગડાની અટકાયત કરી છે. આ શખ્સની વધુ પૂછપરછમાં અનેક લોકોના નામ ખુલી શકે છે. હાલ સલાયા મરીન પોલીસ મથકમાં અજીમ ડુંગડા સામે IPC કલમ 465, 468, 471, 120બી મુજબ ગુનો નોંધાયો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ