બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / After Surat, BJP and AAP workers also fought in Kutch, allegations by Isudan Gadhvi

બબાલ / ગુજરાતમાં UP, પ.બંગાળ અને બિહાર જેવી સ્થિતિ, BJP-AAP ઘર્ષણ મામલે ઈસુદાનનો આરોપ, કાર્યકરોની અટકાયત

Vishnu

Last Updated: 11:05 PM, 2 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત બાદ કચ્છમાં BJP-AAP કાર્યકર્તા વચ્ચે બબાલ, આપ નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ,ન્યાયિક તપાસની કરી માંગ

  • સુરતમાં AAPના કોર્પોરેટરને મારમારવાનો મામલો
  • AAP નેતા ઈસુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર
  • "ગુજરાતમાં UP, પ.બંગાળ અને બિહાર જેવી સ્થિતિ"

સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને મારમારવાના મામલે રાજકારણ ગરમાયું છે.આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ભાજપના કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આપને જણાવી દઈએ કે, ભાજપના નેતાઓના ઇશારે સુરત આમ આદમી પાર્ટીના કોપોઁરેટર્સ પર દમન કરવામાં આવ્યું હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

કચ્છમાં પણ BJP-AAPના કાર્યકરો બાખડ્યા
સુરત બાદ કચ્છમાં પણ ભાજપ-આપના કાર્યકરો બાખડતા થોડી ક્ષણો માટે માહોલ બગડ્યો હતો.ભાજપ કાર્યાલય પર બંને પક્ષના કાર્યકરોએ છુટ્ટાહાથી મારામારી કરી હતી. AAPના કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા જે બાદ જોત જોતામાં સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી અને બંને પક્ષના કાર્યકર્તાઓ જોશમાં હોશ ખોઈ સામ સામે આવી ગયા હતા. સમગ્ર મામલે ભુજ A ડિવિઝન પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

AAPના કોર્પોરેટરો પર જીવલેણ હુમલો કરાયો : ઈસુદાન ગઢવી
સુરતમાં AAPના કોર્પોરેટરને મારમારવાનો મામલે AAP નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. ગઢવીએ કહ્યું છે કે ગુજરાતમાં UP, પ.બંગાળ અને બિહાર જેવી સ્થિતિ પેદા થઈ છે. સુરતમાં AAPના કોર્પોરેટર અને પોલીસની મારામારીની ઘટનાને વખોડી જણાવ્યું કે AAPના કોર્પોરેટરો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આરોપીઓ સામે પોલીસ 307, 120 B અંતર્ગત કાર્યવાહી તંત્ર કરે. સમગ્ર મામલે DGP સમક્ષ તટસ્થ તપાસની માગ પણ કરી હોવાની વાત મીડિયા સમક્ષ મૂકી હતી.

શું છે સમગ્ર મામલો?
સુરત મહાનગર પાલિકામાં વિરોધ કરી રહેલા AAPના કોર્પોરેટર અને પોલીસ બબાલ થઇ હતી. જેને લઇને આજે AAPએ ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન AAP અને BJPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. AAPના કાર્યકરોએ ભાજપ કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો. SMCની કચેરીએ સુરત AAPના કોર્પોરેટર પર દમનગીરીનો આક્ષેપ લગાવ્યો છે. 

વડોદરામાં AAP દ્વારા વિરોધ પ્રદર્શન
સુરત મહાનગરપાલીકા કચેરી ખાતે AAP કાર્યકર્તા પર પોલીસ દમનના આરોપના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ઠેર ઠેર આપ કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે વડોદરા આપ દ્વારા ડેરીડેન સર્કલ પાસે દેખાવ કાર્યકર્મમાં પહોંચ્યા હતા. જ્યાં તાત્કાલિકના ધોરણે સયાજીગંજ પોલીસે તેઓની અટકાયત કરી હતી. વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરો સહિત 15 કાર્યકર્તાને પોલીસે અટકમાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદમાં AAP કાર્યકરો વિરોધ કરે તે પહેલા જ અટકાયત
અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યલય ખાતે વિરોધ કરે તે પહેલા જ AAP ના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદ ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે AAP ના કાર્યકરો વિરોધ કરે તે પહેલા જ અટકાયત થઇ ગઈ હતી. ગત કાલે ભાજપના નેતાઓના ઇશારે સુરત AAP ના કોપોઁરેટરો પર દમનનો આરોપ AAP ના કાર્યકરોએ લગાવ્યો હતો.  જો કે, ભાજપના નેતાઓએ AAPના વિરોધ પ્રદર્શનને સસ્તી રાજનીતિ ગણાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ