બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / After CM Bhupendra Patel's assurance, Khedu Nyaya Yatra ends, incident of farmer jumping in Deodar

આંદોલનનો અંત / CM ભુપેન્દ્ર પટેલની ખાતરી બાદ ખેડુત ન્યાય યાત્રા અંતે સમેટાઇ, દિયોદરમાં ખેડૂતને લાફો મારવાની છે ઘટના, જાણો વિગત

Vishal Khamar

Last Updated: 07:49 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાનાં દિયોદરથી નીકળેલી ન્યાય યાત્રા મુખ્યમંત્રી સાથે બેઠક કર્યા બાદ સમેટી લેવાઈ છે. મુખ્યમંત્રી દ્વારા ખેડૂતો સાથે સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવી છે. તેમજ થયેલ હુમલા બાબતે ન્યાયીક તપાસની ખાત્રી આપતા યાત્રા સમેટાઈ છે.

  • દિયોદર લાફા પ્રકરણમાં ઘીના ઠામમાં ઘી ઢળ્યું
  • મુખ્યમંત્રી સાથે બેઠક બાદ ન્યાય યાત્રા અંતે સમેટાઈ
  • ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ન્યાયીક તપાસની ખાત્રી આપતા યાત્રા સમેટાઈ

બનાસકાંઠાના ખેડૂતોની ન્યાય પદયાત્રાને મુખ્યમંત્રી સાથે થયેલી બેઠક બાદ સમેટી લેવાઈ છે. ખેડૂતને લાફો મારવાને લઈ યોજાયેલી યાત્રા સમેટવાને લઈ ખેડૂત પ્રતિનિધિએ જણાવ્યુ હતુ કે, અમને ન્યાયિક તપાસની ખાતરી આપવામાં આવી છે.તેમજ આ તપાસ અન્ય જિલ્લાના પોલીસને સોંપવામાં આવશે તેવી બાંહેધરી પણ અપાઈ છે.જેને લઈને અમે યાત્રા સમેટીએ છીએ. વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, જો અમારી માંગણીઓ નહી સંતોષાય તો ફરી આંદોલન કરીશું. દિયોદરથી નીકળેલી આ યાત્રાને પોલીસે મહેસાણાના ગોઝારીયામાં રોકીને ચર્ચા કરાઈ હતી. આ ચર્ચાના અંતે પોલીસે મુખ્યમંત્રી સાથે ખેડૂત પ્રતિનિધિની બેઠકનું આયોજન કર્યુ હતુ. જે બાદ સરકાર અને ખેડૂતોની બેઠક મળી હતી. ત્યાર બાદ પદયાત્રાના આગેવાનોએ આ યાત્રા સમેટી લેવાની વાત કરી હતી. ગત 7 ઓગસ્ટે દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણના કાર્યક્રમમાં ખેડૂતને લાફો મારવાની ઘટના સામે આવી હતી. જેને લઈને ખેડૂતોએ ન્યાય પદયાત્રા યોજી ન્યાય આપવા અને કેશાજી ચૌહાણની રાજીનામાંની માગ કરી હતી.

યોગ્ય તપાસ નહી કરવામાં આવે તો આંદોલન અમે ફરી શરૂ કરીશુંઃ અમરાભાઈ
આ બાબતે ખેડૂત આગેવાન અમરાભાઈએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા સાત દિવસથી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છીએ. અમારી માંગણી છે કે દિયોદરનાં ધારાસભ્યનું તાત્કાલીક રાજીનામું લેવામાં આવે અને ભાજપ સરકાર તેમને સસ્પેન્ડ કરે. આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમને સંપૂર્ણ વિશ્વાસ આપ્યો છે કે આ મામલાની સંપૂર્ણ તપાસ થશે. તેમજ આ બનાવની સમગ્ર તપાસ અન્ય જીલ્લાની પોલીસ દ્વારા કરવામાં આવે. જો સરકાર દ્વારા યોગ્ય તપાસ કરવામાં નહી આવે તો આ આંદોલન અમે ફરી શરૂ કરીશું. 

ખેડૂત આગેવાને રજૂઆત કરતા ધારાસભ્યનાં સમર્થકે લાફો માર્યો હતો
ધારાસભ્ય કેશાજી ચૌહાણને સમસ્યાની રજૂઆત કરવા ગયેલા ખેડૂત પર MLAના સમર્થકોએ હુમલો કર્યો છે. અટલ ભૂજલ યોજના માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા જને લઈ અમરાભાઈ નામના ખેડૂત આગેવાન MLAને કેટલીક સમસ્યાની રજૂઆત માટે ગયા હતા. જ્યાં ધારાસભ્યના સમર્થકોએ એકાએક હુમલો કર્યો હતો અને ખેડૂત આગેવાનને ઉપરા છાપરી લાફા ઝીંકતાનો વીડિયો પણ સામે આવ્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ