બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / After Ahmedabad swine flu has increased in one more city, 44 cases have been reported

ભાવનગર / સાવધાન! અમદાવાદ બાદ વધુ એક શહેરમાં સ્વાઇન ફ્લૂ વકર્યો, નોંધાયા 44 કેસ

Ajit Jadeja

Last Updated: 10:09 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો, છેલ્લા ૩ માસમાં સ્વાઇન ફ્લૂના 44 કેસ નોંધાયા

Bhavnagar swine flu case: ભાવનગર શહેરમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો નોંધાયો છે. જેમાં છેલ્લા 3 માસમાં 44 કેસ નોંધાયા છે. જોકે તાવના કેસમાં ગત માસની તુલનામાં ચાર ગણો ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરીમાં તાવના 17 હજાર કેસ નોંધાયા હતા. જે માર્ચમાં ઘટીને 3860 થયા છે. શરદી ઉધરસના 1278 કેસ નોંધાયા છે.

શરદી ઉધરસના 1278 કેસ નોંધાયા

રાજ્યમાં અમદાવાદ બાદ હવે ભાવનગરમાં પણ સ્વાઇન ફ્લૂ ના કેસો જોવા મળ્યા છે.  ભાવનગર શહેરમાં સ્વાઈન ફ્લૂ ના કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. છેલ્લા ૩ માસમાં સ્વાઇન ફ્લૂ ના 44 કેસ નોંધાયા છે.  સ્વાઇન ફ્લૂ ની સાથે તાવ અને શરદી-ઉધરસના કેસમાં વધારો થયો છે.  ફેબ્રુઆરીના માસમાં તાવના 17 હજાર કેસ નોંધાયા હતા. જોકે તાવના કેસ ઘટીને માર્ચ મહીનામાં 3860 કેસ નોંધાયા છે. જ્યારે શરદી ઉધરસના 1278 કેસ નોંધાયા છે.

જાણો શું છે સ્વાઈન ફ્લૂ બીમારી? 

સ્વાઈન ફ્લૂ એ ખૂબ જ ઝડપથી ફેલાતો ચેપી રોગ છે.  H1N1 તરીકે પણ ઓળખાય છે. તે ડુક્કર દ્વારા ફેલાતો ખતરનાક ચેપી રોગ છે.  આ ચેપગ્રસ્ત પ્રાણી અથવા માણસના સંપર્કમાં આવવા પર, H1N1 વાયરસ માનવ શરીરમાં સંપર્કમાં આવે છે. જેના કારણે આ રોગ પ્રાણીઓ દ્વારા માણસોમાં પણ ફેલાય છે. જો રોગનું સ્તર વધુ ખરાબ થાય છે તો તે લોકોનો જીવ પણ લઈ લે છે. 

આ પણ વાંચોઃ કોંગ્રેસને બેવડો ફટકો: પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે ઈન્કમટેક્સ વિભાગે રૂ. 1700 કરોડની નોટિસ ફટકારી

સ્વાઇન ફ્લૂના લક્ષણો

સ્વાઈન ફ્લૂમાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો જોવા મળે છે.  જો કે સ્વાઈન ફ્લૂને હવે સિઝનલ ફ્લૂ તરીકે ગણવામાં આવે છે.  આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સિઝનમાં પરિવર્તન ઉપરાંત લાંબો સમય સુધી ઠંડી રહેતાં સ્વાઈન ફ્લૂના કેસ વધ્યા છે.  ડોક્ટરો સ્વાઈન ફ્લૂ નો ફેલાવો અટકાવવા અસરગ્રસ્ત દર્દીને ઘરમાં જ રહેવાની અને શક્ય હોય ત્યાં સુધી માસ્ક પહેરી રાખવાની સલાહ આપે છે.  જેથી વાઈરસનો ચેપ એકથી બીજી વ્યક્તિમાં ફેલાતો અટકાવી શકાય. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ