બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / After a hiatus, rains return to Ahmedabad

મોન્સૂન / અમદાવાદમાં બીજા દિવસે પણ વરસાદ, આટલા વિસ્તારોમાં વરસ્યો અનરાધાર, રવિવાર હોવાથી શહેરીજનોને રાહત

Dinesh

Last Updated: 05:52 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના જજીસ બંગ્લોઝ, શયામલ, એસ.જી.હાઈવે તેમજ બોડકદેવ, થલતેજ, શિવરંજની, માનસી સર્કલ, વસ્ત્રાપુરમાં વરસાદી માહોલ

  • અમદાવાદમાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન
  • શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ
  • જજીસ બંગ્લોઝ, શયામલ, એસ.જી.હાઈવે વિસ્તારમાં વરસાદ


અમદાવાદમાં ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદ બાદ આજે પણ ફરી વરસાદ અચાનક જ શરૂ થયો હતો.  થલતેજ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, ગોતામાં વરસાદ વરસ્યો હતો. તેમજ એલિસબ્રિજ, જમાલપુર, મણિનગરમાં પણ વરસાદ ખાબક્યો હતો. મધ્યગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. ગઈકાલે ધોધમાર વરસાદથી શહેરનાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. 

અમદાવાદમાં વરસાદ
અમદાવાદ શહેરમાં જજીસ બંગ્લોઝ, શયામલ, એસ.જી.હાઈવે તેમજ બોડકદેવ, થલતેજ, શિવરંજની, માનસી સર્કલ, વસ્ત્રાપુરમાં વરસાદ અચાનક જ વરસાદી માહોલ જામ્યો છે.

વરસાદી માહોલ
અમદાવાદ શહેરમાં ગઈકાલે વરસેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમુક રસ્તાઓ પર તો હજુ સુધી પણ પાણી જોવા મળી રહ્યાં છે તો બીજી તરફ ફરી આજે વરસાદ શરૂ થયો છે જેના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ શકે છે. ગઈકાલે ભારે વરસાદના કારણે શહેરના 7 અંડરબ્રિજ બંધ કરાયા હતાં.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ