બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Admission process under RTE started from today

એજ્યુકેશન / RTE અંતર્ગત એડમિશનનો આજથી પ્રારંભ: પરંતુ ફરજિયાત કરવું પડશે આ નિયમનું પાલન, જાણી લો ફોર્મ ભરવાની અંતિમ તારીખ

Malay

Last Updated: 03:54 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. વાલીઓને ઓનલાઇન ફોર્મ ભરવા માટે 12 દિવસનો સમય મળશે. ડ્રોના માધ્યમથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ અપાશે.

 

  • આજથી RTEના ફોર્મ ભરવાનું શરૂ 
  • 22 એપ્રિલ સુધી ભરી શકાશે ફોર્મ
  • IT રિટર્ન ભરનારે IT રિટર્ન બતાવવું ફરજીયાત

ગરીબ-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે સરકારની રાઈટ ટુ એન્યુકેશન એક્ટ 2015-16થી અમલમાં છે. ત્યારે આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. આજથી જ આરટીઈ એડમિશન ઓનલાઈન ફોર્મ ભરવા માટે 12 દિવસનો સમય વાલીઓને આપવામાં આવ્યો છે. વાલીઓ 22 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. 

ડ્રોના માધ્યમથી અપાશે પ્રવેશ
તારીખ 31 મે, 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ મળશે. ઓનલાઈન અરજીમાં વાલીઓ તેમના નિવાસની આસપાસની જે શાળાઓમાં બાળકનો પ્રવેશ લેવા ઇચ્છતા હોય તેવી ગુજરાતી કે અંગ્રેજી માધ્યમની શાળાઓ પસંદ કરી શકશે. ત્યાર બાદ ડ્રોના માધ્યમથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ અપાશે. વાલીઓ આરટીઈની વેબસાઇટ http://rte.orpgujarat.com પર ફોર્મ ભરી શકશે.

Topic | VTV Gujarati

22 એપ્રિલ 2 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે અરજી
પ્રવેશ માટે કુટુંબમાં એકમાત્ર દીકરી હોય તેવા પરિવારોને શાળા પ્રવેશમાં પ્રાધાન્ય આપવામાં આવશે. મહાનગરપાલિકામાંથી વાલીએ સિંગલ ગર્લ ચાઇલ્ડનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ હોઈ બપોરના 2 વાગ્યા સુધી અરજી સ્વીકારવામાં આવશે. એડમિશન માટે વાલીએ કરેલી અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે વાલીઓને ફરી એક તક 25થી 27 એપ્રિલ સુધી આપવામાં આવશે. 

ગુજરાતમાં શાળા વિદ્યાર્થી સાથે રેગિંગની સૌથી મોટી ઘટના, ધોરણ 11 ના  વિદ્યાર્થીએ ધોરણ 9ના વિદ્યાર્થીને માર માર્યો | The biggest incident of  ragging with a school ...

ફોર્મ ભરતી વખતે આ ડોક્યુમેન્ટ રાખવા પડશે સાથે 
ત્યારબાદ જે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ થયા હશે તેની ચકાસણી 25થી 29 એપ્રિલ સુધી કરવામાં આવશે. ત્યારબાદ આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પહેલો રાઉન્ડ 3 મેના રોજ શરૂ થશે. ઓનલાઈન ફોર્મ ભરવા સમયે વાલીએ જરૂરી પુરાવા સાથે રાખવા પડશે, જેમ કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન, ઉપરાંત જો કોઈએ ઇન્કમટેક્સ રિર્ટન ભરેલ ન હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સોગંદનામું વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વાલીએ ફોર્મ ક્યાંય જમા કરવવાના રહેશે નહીં. વાલીએ ફોર્મની એક નકલ પોતાની પાસે જ રાખવાની રહેશે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ