બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / aditya narayan share emotional post on instagram quits sa re ga ma pa show after 15 years

ના હોય! / 15 વર્ષે આ સિંગરે છોડી ટીવી ઈન્ડસ્ટ્રી, સેટ પર ભાવુક થયા સેલેબ્સ, કરી ઈમોશનલ પોસ્ટ

Arohi

Last Updated: 11:42 AM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંગર આદિત્ય નારાયણના ફેન્સ માટે એક સેડ ન્યૂઝ છે. તેમણે સારે ગા મા પા શોને હંમેશા માટે અલવિદા કહી દીધુ છે.

  • આદિત્ય નારાયણે છોડ્યો શો 
  • ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ 
  • આ સેલેબ્સને કહ્યું ધન્યવાદ 

પોપ્યુલર સિંગર આદિત્ય નારાયણ ઘણી બોલિવુડ ફિલ્મોને સુપરહિટ ગીત આપી ચુક્યા છે. તેની સાથે જ તે 'સારે ગા મા પા' શોને પાછલા ડોઢ દશકથી હોસ્ટ કરી રહ્યા હતા. પરંતુ હવે તેના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તેમણે સારે ગા મા પા શોને હંમેશા માટે અલવિદા કહી દીધુ છે. તે પાછલા 15 વર્ષ માટે આ શોનો ભાગ હતા હવે તે આ શોમાં જોવા નહીં મળે. 

ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ 
આદિત્ય નારાયણે શોને છોડવાના નિર્ણયને લઈને ફેન્સને ચોંકાવી દીધા હતા. તેમણે પોસ્ટમાં લખ્યું, "હું ખૂબ જ દુખની સાથે તમને જણાવી રહ્યો છું કે મેં ''સારે ગા મા પા'ની હોસ્ટિંગ છોડી દીધી છે. આ શોએ મને મારી પોતાની ઓળખ આપી છે. શોએ 18 વર્ષના યુવકને એક સમજદાર આદમી બનાવી દીધો જેની એક પત્ની અને એક દિકરી છે. 15 વર્ષ, 9 સીઝન અને 350 એપિસોડ. વિશ્વાસ નથી થતો કે અમે આટલા વર્ષ સાથે કામ કર્યું. સમય ક્યારે પસાર થઈ ગયો. ખબર જ ન પડી." 

આ સેલેબ્સને કહ્યું ધન્યવાદ 
આદિત્યએ પોતાની આ પોસ્ટની સાથે ઘણા મોટા સિંગર્સ અને મ્યુઝિક કમ્પોઝર્સનો ધન્યવાદ કહ્યું છે જેમાં નેહા કક્કડ, સોનુ નિગમ, અલકા યાગ્નિક, બપ્પી લહેરી, હિમેશ રેશમિયા, વિશાલ દદલાની, શાન, સાજીદ-વાજીદ, પ્રીતમ અને મીકા સિંહ જેવા સેલેબ્સ શામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ