બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / adipurush star cast prabhash and other actors fees details

બોલિવુડ / ફિલ્મ 'આદિપુરુષ' ની સ્ટાર કાસ્ટની ફી સાંભળીને ઉડી જશે હોશ, એકલા 'શ્રીરામ'ની જ ફી છે 150 કરોડ, જાણો અન્યોએ કેટલા છાપ્યા

Bijal Vyas

Last Updated: 11:04 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adipurush Star Cast Fees:'રામાયણ' પર આધારિત આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત બોલિવુડના એક્ટર સૈફ અલી ખાન, એક્ટ્રસ ક્રિતિ સેનન અને સની સિંહ પણ જોવા મળશે.

  • બાહુબલી સ્ટાર પ્રભાસની ફી છે સૌથી વધારે 
  • સિનિયર હોવા છંતા સૈફ અલી ખાનની ફી છે પ્રભાસ કરતા ઘણી ઓછી 
  • સોનલ ચૌહાણ પણ આ ફિલ્મમાં જોવા મળશે 

Adipurush Star Cast Fees: 16 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં એક મોટી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જેનું નામ 'આદિપુરુષ' છે. આ ફિલ્મ દ્વારા સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન, અભિનેત્રી ક્રિતિ સેનન અને સની સિંહ પણ જોવા મળશે. તમને જાણીને નવાઈ લાગશે કે 'રામાયણ' પર આધારિત આ ફિલ્મ માટે લીડ સ્ટારની ફી જાણીને ચોંકી જશો... આવો જાણીએ કલાકારોની ફી વિશે..

VTV Gujarati News and Beyond on Twitter: "પ્રભાસની આદિપુરુષના પોસ્ટર પર  વિવાદ, મુંબઈમાં પોલીસ ફરિયાદ #Prabhas #Aadipurush #vtvgujarati  https://t.co/1QpzRhwJnX" / Twitter

પ્રભાસઃ 'બાહુબલી'ની ધમાકેદાર સફળતા બાદ દેશના સૌથી મોટા સ્ટાર્સમાંનો એક અભિનેતા પ્રભાસ છે. પ્રભાસે પોતાની ફી વધારીને 100 કરોડ રૂપિયાથી વધુ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવવા માટે પ્રભાસને લગભગ 150 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

ફિલ્મ 'આદિપુરૂષ' પર રાવણ અને સીતાહરણ અંગે આવી વાત કહી ફસાયો સૈફ અલી ખાન,  નોંધાયો કેસ | Adipurush Case Filed Against Saif Ali Khan For His Statement  On Raavans Abduction Of Sita

સૈફ અલી ખાન: આ ફિલ્મ માટે સૈફ અલી ખાનને પણ માટે મોટી રકમ આપવામાં આવી છે. આ ફિલ્મમાં સૈફ રાવણના રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ માટે તેને લગભગ 12 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

લુકાછુપી' સફળતા બાદ ક્રીતિ સેનને ફીમાં કર્યો 40 ટકાનો વધારો | Kriti Sanon  hiked her fees by 40 per cent after Luka Chuppi's success

ક્રિતિ સેનનઃ બોલિવુડની જાણીતી અભિનેત્રી ક્રિતિ સેનન, જે આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે, તેની ફી પણ ભારે હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં માતા સીતાના રોલમાં જોવા મળી રહેલી ક્રિતિ સેનનને લગભગ 3 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

ADIPURUSH ના પોસ્ટર પર ઊભો થયો વિવાદ: ટ્રોલર્સ બોલ્યા માતા સીતાના માથે  સિંદુર નથી, અને શ્રીરામના વસ્ત્ર આવા થોડા હોય! | Adipurush new poster  controversy prabhas and ...

સની સિંહ: આ સિવાય લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે તેવા સની સિંહને લગભગ 1.5 કરોડ રૂપિયા અને સોનલ ચૌહાણ જે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવશે તેને લગભગ 50 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ