બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Adipurush Film Controversy: Hindu Sena appeal to the delhi High Court against the release of film

Controversy / ફિલ્મ આદિપુરુષમાં ભગવાન રામનું અપમાન? દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ, ઉઠી આ માંગ

Vaidehi

Last Updated: 07:21 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિપુરુષ ફિલ્મની સામે આરોપ છે કે ફિલ્મમાં ભગવાન રામનું અપમાન કરવામાં આવ્યું છે. નેપાળમાં પણ આ ADIPURUSHનાં રિલીઝ પર બેન લગાવી દેવાયું છે.

  • આદિપુરુષ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ 
  • દિલ્હી હાઈકોર્ટમાં આ ફિલ્મનાં વિરોધમાં અરજી
  • કહ્યું ફિલ્મમાં ભગવાન રામનું અપમાન કરવામાં આવ્યું છે

ADIPURUSH CONTROVERSY: આદિપુરુષ ફિલ્મ આજે દેશભરમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનાં રિલીઝ થયાની સાથે જ તેનો વિરોધ પણ શરૂ થયો છે. હિન્દૂ સેના તરફથી હાલમાં આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેઓ કહે છે કે ફિલ્મમાં ભગવાન શ્રીરામનો મજાક ઉડાવવામાં આવ્યો છે. સેનાએ દિલ્હી હાઈકોર્ટમાં જનહિતની અરજી દાખલ કરીને ફિલ્મ પર બેન લગાવવાની અપીલ કરી છે. 

આ ફિલ્મને સર્ટિફિકેટ ન આપવામાં આવે તેવી માંગ
હિન્દૂ સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા ઈચ્છે છે કે હાઈકોર્ટ સેંટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને આદેશ આપે કે આ ફિલ્મને સર્ટિફિકેટ ન આપવામાં આવે. જનહિત અરજીમાં કહેવામાં આવ્યું છે કે મહર્ષિ વાલ્મિકી અને સંત તુલસીદાસ દ્વારા લખવામાં આવેલી રામાયણમાં ભગવાન રામને જે રીતે દેખાડવામાં આવ્યાં છે એ આ ફિલ્મ સાથે મેચ નથી થઈ રહ્યું. તેથી આ ફિલ્મથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.

કોર્ટમાં અરજી દાખલ કર્યા સિવાય કોઈ રસ્તો નહોતો-અરજદાર
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મામલામાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે આ મામલામાં કોઈ રસ દર્શાવ્યો નથી. જે બાદ તેમની પાસે કોર્ટમાં જનહિત યાચિકા દાખલ કર્યા સિવાય કોઈ રસ્તો નહોતો બચ્યો.

રાવણનાં લુકનો પણ અરજીમાં ઉલ્લેખ
અરજીમાં કહેવામાં આવ્યું કે ફિલ્મમાં રાવણની ભૂમિકા નિભાવી રહેલા સૈફ અલી ખાન અને હનુમાનનનું ચરિત્ર પણ ભારતીય સભ્યતા સાથે મેચ નથી થઈ રહ્યું. રાવણ એક બ્રાહ્મણ હતાં. જે રીતે દાઢીવાળો ભયંકર લુક રાવણને આપવામાં આવ્યો છે તેના લીધે તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. રામાયણની સાચી કહાણી સાથે આ થોડું પણ મેળ નથી થઈ રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ