બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Adhik purnima 2023 date do not make these mistakes on purnima

Adhik purnima 2023 / અધિક માસની પૂનમે બની રહ્યો છે દુર્લભ સંયોગ: ના કરતાં આ ભૂલ, નહીંતર બરબાદ થઈ શકે છે જીવન

Bijal Vyas

Last Updated: 04:50 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં પૂર્ણિમા તિથિ તેમાં પણ અધિક શ્રાવણ મહિનાની પૂર્ણિમા ખૂબ જ વિશેષ છે. આ વર્ષે પૂર્ણિમાના દિવસે એક દુર્લભ સંયોગ બની રહ્યો છે અને તેથી કેટલીક બાબતોનું ધ્યાન રાખો.

  • આ વર્ષે શ્રાવણ મહિનામાં 2 પૂર્ણિમા અને 2 નવા અમાસ હશે
  • અધિકમાસ 16મી ઓગસ્ટ સુધી ચાલુ રહેશે
  • આ દિવસે ભોળાનાથની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો.

Adhik Purnima 2023: અધિક અને શ્રાવણ મહિનાનું ઘણું મહત્વ છે અને તેની કેટલીક તિથિઓ ખૂબ જ વિશેષ છે. જેમકે- માસિક શિવરાત્રી, પ્રદોષ, અધિક પૂર્ણિમા, શ્રાવણ અમાસ વગેરે. આ વખતે શ્રાવણ મહિનો 59 દિવસનો એટલે કે અધિક માસ હોવાથી આ વર્ષે શ્રાવણ મહિનામાં 2 પૂર્ણિમા અને 2 નવા અમાસ હશે. જેના કારણે આ વખતે લોકોને આ તિથિઓ પર પૂજા, સ્નાન અને દાન કરીને પુણ્ય કમાવવાની બમણી તક મળશે. આ શ્રાવણ પૂર્ણિમાએ એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ પૂર્ણિમા અધિકમાસમાં આવી રહી છે.

શ્રાવણ પૂર્ણિમા 2023 તિથિ
આ વર્ષે શ્રાવણ માસમાં અધિકમાસ પણ આવ્યો છે. અધિકામાસ શરૂ થઈ ગયો છે અને 16મી ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ કારણે શ્રાવણ 59 દિવસનો છે. હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પ્રથમ પૂર્ણિમા 1લી ઓગસ્ટે આવી રહી છે. શ્રાવણ પૂર્ણિમા તિથિ 1 ઓગસ્ટના રોજ સવારે 5.21 વાગ્યે શરૂ થશે અને 2 ઓગસ્ટના રોજ સવારે 1.31 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, શ્રાવણ અધિકામાસ પૂર્ણિમા વ્રત 1 ઓગસ્ટ, 2023, મંગળવારના રોજ મનાવવામાં આવશે. મંગળવારના કારણે આ દિવસે મંગળા ગૌરી વ્રત પણ મનાવવામાં આવશે.

shravan maas | VTV Gujarati

શ્રાવણ અધિક પૂર્ણિમા 2023ના શુભ યોગ
શ્રાવણ પૂર્ણિમાના દિવસે મંગળા ગૌરી વ્રત રાખવામાં આવશે. આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે 3 ખૂબ જ શુભ યોગ પણ બની રહ્યા છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે પ્રીતિ યોગ અને આયુષ્માન યોગ રચાશે. આ સાથે ઉત્તરાષદ નક્ષત્ર પણ રહેશે. આ યોગોમાં પૂજા કરવાથી ઘણો ફાયદો થાય છે.

શ્રાવણ પૂર્ણિમાના દિવસે ના કરો આ ભૂલ 
શ્રાવણ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ સંયોહ બની રહ્યો છે. તેથી શ્રાવણ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરો. શક્ય હોય તો વ્રત કરો, નિયમ પ્રમાણે પૂજા કરો. આ ઉપરાંત, પૂર્ણિમાના દિવસે કેટલીક ભૂલો કરવાથી બચો, નહીં તો તેનાથી પીડા, નુકસાન અને દુ:ખ થઇ શકે છે.

Topic | VTV Gujarati

  • શ્રાવણ પૂર્ણિમાના દિવસે તામસિક ભોજન ન કરવું. આ દિવસે લસણ, ડુંગળી, માંસાહારી, દારૂથી દૂર રહો.
  • શ્રાવણ પૂર્ણિમાના દિવસે કોઈને ખાલી હાથ પાછા ન જવા દો. આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું ખૂબ જ શુભ છે.
  • શ્રાવણ પૂર્ણિમાના દિવસે મોડે સુધી સૂવું ના જોઇએ. તેના બદલે વહેલા ઉઠો અને પવિત્ર નદીના પાણીથી સ્નાન કરો. ભોળાનાથની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો.

 
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ