બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / adani wilmar pips hindustan unilever to become largest indian fmcg company

Success / અદાણીએ ખરીદી 'કોહિનૂર': આ કંપનીને પછાડી વિલ્મર બની ભારતની સૌથી મોટી FMCG કંપની

Pravin

Last Updated: 03:15 PM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણી ગ્રુપની એફએમસીજી કંપની અદાણી વિલ્મરના નામે વધુ એક કીર્તિમાન જોડાઈ ગયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ રેકોર્ડતોડ કમાણી કરી છે.

  • અદાણી પર મા લક્ષ્મીની કૃપાનો વરસાદ 
  • તેલના બિઝનેસમાં રેકોર્ડ વધારો
  • કાહિનૂર સહિતની આ બ્રાંડ પણ ખરીદી લીધી


અદાણી ગ્રુપની એફએમસીજી કંપની અદાણી વિલ્મરના નામે વધુ એક કીર્તિમાન જોડાઈ ગયો છે. ગત નાણાકીય વર્ષામાં ઓપરેશનથી મળેલા રેકોર્ડ રેવન્યૂના દમ પર અદાણી વિલ્મરે હવે હિન્દુસ્તાન યુનિલીવરને પણ પાછળ રાખી દીધી છે અને ભારતની સૌથી મોટી એફએમસીજી કંપની બની ગઈ છે. અદાણી વિલ્મરના રેવન્યૂ નાણાકીય વર્ષ 2021-22માં વાર્ષિક આધાર પર 46.2 ટકા વધ્યું છે. 

આટલું વધ્યું અદાણી વિલ્મરનનું રેવન્યૂ

અદાણી ગ્રુપની કંપનીએ ખાવાના તેલોમાં સૌથી વધારે નાણાકીય વર્ષમાં ફાયદો થયો છે. કંપનીને આ દરમિયાન 54,214 કરોડ રૂપિયાનું રેવન્યૂ પ્રાપ્ત થયું છે. ઠીક એક વર્ષ પહેલા એટલે કે, વર્ષ 2020-21માં કંપનીનું રેવન્યૂ 37,090 કરોડ રૂપિયા રહ્યું હતું. બીજી બાજૂ હિન્દુસ્તાન યુનિલીવરનું રેવન્યૂ નાણાકીય વર્ષ 2021-22માં 51, 468 કરોડ રૂપિયા રહ્યું હતું. આવી રીતે લાંબા સમયથી પહેલા નંબર પર રહેલા હિન્દુસ્તાન યુનિલીવરને અદાણી વિલ્મરથી પાછી પાની કરવી પડી છે.  

ખાવાના તેલે નસીબ બદલી નાખ્યું

અદાણી વિલ્મરને સૌથી વધારે ફાયદો ખાવાના તેલના બિઝનેસથી થયો છે. ગત નાણાકીય વર્ષમાં વિલ્મરે રેવેન્યૂમાં એકલા લગભગ 84 ટકાનું યોગદાન હતું. વિલ્મરે ખાવાના તેલનું વેચાણ નાણાકીય વર્ષ 2020-21માં 30, 818 કરોડ રૂપિયા રહ્યું હતું. જે વર્ષ બાદ 47.3 ટકા વધીને 45,401 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું હતું. કંપનીને ઈંડસ્ટ્રી ઈંસેશિયલ બિઝનેસથી લગભગ 11.4 ટકા રેવન્યૂ મળ્યું છે. આ સેગમેંટમાં વેચાણ વર્ષ ભર પહેલા 4366 કરોડ રૂપિયાની સરખામણીમાં 42 ટકાથી વધીને 6,191.5 કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું.

કોહિનૂર સહિત આ બ્રાંડ થઈ અદાણીની

ત્યારે હવે અદાણી વિલ્મરે પેકેઝ્ડ ફૂડ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે નવી ડીલ કરી છે. આ ડીલમાં અદાણી વિલ્મરે અમેરિકી કંપની મૈકકોર્મિકથી પેકેઝ્ડ ફૂડ બ્રાંડ કોહિનૂરને ખરીદી છે. જો કે, હાલમાં એ જાણકારી સામે આવી નથી, કે આ ડીલ કેટલામાં થઈ છે. આ ડીલમાં અદાણીને ફક્ત અમેરિકી કંપનીના પ્રીમિયમ બાસમતી ચોથા બ્રાંડ મળ્યા છે, પણ ચારમીનાર અને ટ્રોફી જેવા એમ્બ્રેલા બ્રાંડ પણ તેમના ભાગમાં આવી છે. હાલમાં આ બ્રાંડની કંબાઈંડ વૈલ્યૂ લગભગ 115 કરોડ રૂપિયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ