બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / actress veena kapoor killed by son for property as per reports

હત્યા / મુંબઈમાં આ અભિનેત્રીની દીકરાએ જ કરી નાંખી હત્યા! ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મચ્યો ખળભળાટ

Premal

Last Updated: 12:20 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિનેમા જગતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. અભિનેત્રી વીણા કપૂરની તેના પુત્રએ જ હત્યા કરી દીધી છે. મીડિયા રિપોર્ટસ મુજબ બેરોજગાર પુત્રએ પ્રોપર્ટીને કારણે આવુ કર્યુ છે.

  • અભિનેત્રી વીણા કપૂરની તેના પુત્રએ જ હત્યા કરતા મચ્યો ખળભળાટ
  • બેરોજગાર પુત્રએ પ્રોપર્ટીને કારણે કર્યુ આવુ
  • પુત્રએ પોતાના ગુનાની કબુલાત કરી

અભિનેત્રી વીણા કપૂરની તેના પુત્રએ જ હત્યા કરી દીધી

મીડિયા રિપોર્ટસ મુજબ બેરોજગાર પુત્રએ પ્રોપર્ટીને કારણે આવુ કર્યુ છે. વીણા કપૂરની ઉંમર લગભગ 74 વર્ષ હતી. તો જે પુત્રએ તેમની હત્યા કરી છે, તેની ઉંમર 43 વર્ષ જણાવવામાં આવી રહી છે. આ સમાચાર સામે આવ્યાં બાદ દરેક વ્યક્તિ હેરાન અને ચોંકી ગયો છે. પોલીસે આ મામલે સ્ફૂર્તિ બતાવીને આરોપી પુત્રની ધરપકડ કરી છે અને મીડિયા રિપોર્ટસ મુજબ પુત્રએ પોતાના ગુનાની કબુલાત કરી છે.

શું છે મામલો? 

ખરેખર, વીણા કપૂરના બે પુત્ર છે, મોટો પુત્ર સૉફ્ટવેર એન્જિનિયર છે, જે અમેરિકામાં રહે છે. જ્યારે નાનો પુત્ર સચિન, માંની સાથે જુહૂના કલ્પતરૂ સોસાયટીમાં ચાર બેડરૂમ ફ્લેટમાં રહેતો હતો. મોટા પુત્રએ પોલીસને ત્યારે ફોન કર્યો જ્યારે ઘણા દિવસો સુધી માં વીણાએ તેમનો ફોન રિસીવ ના કર્યો અને કોઈ વાતચીત થઇ નથી. તો આજુબાજુના લોકો પાસેથી મોટા પુત્રને જાણકારી મળી કે તે ઘર પર નથી. એવામાં પોલીસે શોધખોળ શરૂ કરી તો આખો મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટસ મુજબ વીણા કપૂર અને આરોપી પુત્ર સચિન કપૂરની છેલ્લાં લાંબા સમયથી પ્રોપર્ટીને લઇને ચર્ચા ચાલતી હતી. એટલું જ નહીં, કહેવામાં આવી રહ્યું છે કે બંનેની વચ્ચે આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nilu Kohli (@nilukohli)

નોકર લાલુની પણ થઇ ધરપકડ 

પોલીસે આરોપી પુત્ર સચિન કપૂરની સાથે નોકર લાલુ કુમાર મંડલની પણ ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટસ મુજબ સચિને પોતાનો ગુનો કબુલ કર્યો છે. રિપોર્ટ મુજબ પોલીસનુ કહેવુ છે કે સચિનની માં વીણા સાથે તીખી ચર્ચા થઇ હતી અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ ગુસ્સામાં સચિને માં વીણાના માથા પર બેટ મારી દીધુ. જેનાથી અભિનેત્રીનુ મોત થયુ છે. પોલીસના ડરથી સચિને મૃતદેહને પ્લાસ્ટિક બેગ અને પછી એક થેલામાં નાખી દીધો. ત્યારબાદ નોકર મંડલની મદદથી મૃતદેહને નદીમાં ફેંકી દીધો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ