બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Actress Dolly Sohi passes away lost battle with cervical cancer

દુઃખદ / 48 વર્ષીય Jhanak ફેમ ટીવી એક્ટ્રેસ ડૉલી સોહીનું સર્વાઇકલ કેન્સરથી નિધન, કલાકો પહેલા બહેને પણ દુનિયાને કહ્યું હતું અલવિદા

Megha

Last Updated: 09:58 AM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'હિટલર દીદી' તરીકે જાણીતી અભિનેત્રી ડોલી સોહીનું 48 વર્ષની વયે અવસાન થયું. ડોલી સોહી છેલ્લા ઘણા મહિનાઓથી સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી.

તાજેતરમાં જ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 'ઝનક' ફેમ અભિનેત્રી ડોલી સોહી હવે આપણી વચ્ચે નથી રહી. લાંબા સમયથી જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહેલી ડોલી સોહીએ આજે ​​સવારે 48 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dolly Sohi (@dolly_sohi)

ટીવી અભિનેત્રી ડોલી સોહી, જે છેલ્લા ઘણા મહિનાઓથી સર્વાઇકલ કેન્સર સામે ઝઝૂમી રહી હતી, તેનું આજે 8 માર્ચે સવારે નિધન થયું હતું. અભિનેત્રીના નિધનની પુષ્ટિ કરતા કહ્યું કે આજે બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dolly Sohi (@dolly_sohi)

'કલશ', 'હિટલર દીદી', 'દેવોં કે દેવ મહાદેવ' સહિતના ઘણા હિટ ટીવી શોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ડોલી સોહીએ 48 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. ડોલીની બહેન અમનદીપ સોહીનું પણ એક દિવસ પહેલા અવસાન થયું હતું. ડોલી સર્વાઇકલ કેન્સર સામે લડી રહી હતી, જ્યારે અમનદીપનું મૃત્યુ કમળાને કારણે થયું હતું. ડોલી સોહીના પરિવારે એમના મૃત્યુની પુષ્ટિ કરી છે.

વધુ વાંચો: Maidaan Trailer: અજય દેવગણની ફિલ્મ 'મેદાન'નું ધમાકેદાર ટીઝર રિલીઝ, જોવા મળ્યો સિંઘમનો દમદાર અવતાર

ડોલીને તાજેતરમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર બાદ તેણીમાં સુધારો જોવા મળી રહ્યો હતો જો કે તબિયતની સમસ્યાઓના કારણે તેણીએ 'ઝનક' શો છોડવો પડ્યો કારણ કે તે કીમોથેરાપી લીધા પછી લાંબા સમય સુધી શૂટિંગ કરી શકી ન હતી. ડોલીને 2023 માં સર્વાઇકલ કેન્સર હોવાનું નિદાન થયું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ