બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / રાજકોટ / Action has been taken in the matter of malpractice in Saurashtra University examination

કાર્યવાહી / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિઃ EDSCની બેઠકમાં 59 વિદ્યાર્થીઓને ફટકારવામાં આવી સજા, જાણો સમગ્ર મામલો

Malay

Last Updated: 08:53 AM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. EDSCની બેઠકમાં ઉત્તરવહી ઘરે લઈ જનાર વિદ્યાર્થિની સહિત 59 વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવી છે.

 

  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પરીક્ષામાં ગેરરીતિ કેસમાં સજા
  • 59 વિદ્યાર્થીઓને યુનિવર્સિટીએ ફટકારી સજા
  • યુનિવર્સિટીની EDSCની બેઠકમાં નિર્ણય લેવાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 59 વિદ્યાર્થીને પરીક્ષામાં ગેરરીતિ મામલે સજા ફટકારવામાં આવી છે. એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી (EDSC)ની સોમવારે મળેલી બેઠકમાં કુલ 59 વિદ્યાર્થીઓને સજા ફટકારવાનો નિર્ણય લેવાયો હતો.

સેનેટની ચૂંટણીમાં ભાજપ નેતાના પુત્રના નામની ભલામણને લઈ મામલો ગરમાયો, સૌરાષ્ટ્ર  યુનિવર્સિટી ફરી વિવાદમાં | Saurashtra University embroiled in controversy  over ...

ગઈકાલે યોજાઈ હતી EDSCની બેઠક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે અને મંગળવારે એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી (EDSC)ની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોમવારના રોજ પેપર દરમિયાન મળેલા મોબાઈલ અને કાપલીઓ, હોલ ટિકિટ પાછળ લખાણ, હાથ-પગમાં લખાણ, કંપાસમાં લખાણ, ગેરવર્તણૂક, ઉત્તરવહી ઘરે લઈ જવી વગેરે બાબતોની ગેરરીતિનું હિયરિંગ કરાયું હતું અને કુલ 59 વિદ્યાર્થીઓને સજા ફટાકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

પરીક્ષામાં ગેરરીતિ કરનારા 59 છાત્રોને સજા
આ બેઠકમાં એક વિદ્યાર્થિની ઉત્તરવહીને ઘરે લઈ ગઈ હતી, તે મુદ્દો જોરદાર ઉછળ્યો હતો. વાસ્તવમાં BAના સેમેસ્ટર 2ની પરીક્ષા ચાલી રહી હતી, પેપર પૂર્ણ થયા બાદ ઉત્તરવહીની ગણતરી કરતી વખતે એક ઉત્તરવહી ઘટી હતી. ત્યારબાદ સામે આવ્યું હતું કે એક વિદ્યાર્થિની ઉત્તરવહીને પોતાના ઘરે લઈ છે. જે બાદ તેને ઉત્તરવહી પરત આપવા જણાવ્યું હતું અને તે વિદ્યાર્થીની ઉત્તરવહી પરત આપી ગઈ હતી. જે બાદ તેની આખી પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ વિદ્યાર્થિનીને 1+6 સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભણશે BAPSનો કોર્સ, સ્વામિનારાયણ  સંપ્રદાયના સંતો અને મંદિરના ઉદાહારણો અપાશે | Saurashtra University will  start BAPS course ...

આ વિદ્યાર્થીઓને પણ સજા
જ્યારે પરીક્ષામાં ઉતરવહીમાં જવાબ અન્ય પાસે લખાવનાર વિદ્યાર્થીને 1+4 સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે પરીક્ષાખંડમાં મોબાઈલ સાથે રાખનાર વિદ્યાર્થીને પણ 1+4 સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી. ગઈકાલની ઈડીએસીની બેઠકમાં 59માંથી 55 વિદ્યાર્થીઓને 1+1 સેમેસ્ટરની સજા, 3 વિદ્યાર્થીઓને 1+4 અને અને 1 વિદ્યાર્થિનીને 1+6 સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ