બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Accused of embezzling material, extorting jail money from inmates in the name of snacks

જૂનાગઢ / કેદીઓ પાસેથી નાસ્તાના નામે જેલર નાણાં ઉઘરાવતા, સામગ્રી ઘરભણીનો આરોપ, માંગરોળ જેલ ફરી વિવાદમાં

Vishal Khamar

Last Updated: 12:04 AM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢની માંગરોળ જેલ ફરી વિવાદમાં સપડાઈ છે. માંગરોળ જેલના જેલર સામે કેદીઓએ વીડિયો બનાવીને આક્ષેપ કર્યા છે. ત્યારે વીડિયો વાયરલ થતા માંગરોળ DySP સહિતનો સ્ટાફ દોડતો થયો હતો.

  • જૂનાગઢની માંગરોળ જેલ ફરી વિવાદમાં સપડાઈ
  • માંગરોળ જેલના જેલર સામે કેદીઓએ વીડિયો બનાવીને કર્યા આક્ષેપ
  • જેલમા ચાલતા કૌભાંડ વિશે માંગરોળ જેલ અધિકારી પર આરોપ

તાજેતરમાં જ ગૃહવિભાગ તેમજ DGP દ્વારા રાજ્યમાં આવેલી સબજેલો પર સાગમટે દરોડા પાડ્યા હતા. ત્યારે જેલમાં ઘણી બધી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ ઝડપાઈ હતી. ત્યારે આ ઝડપાયેલ પ્રતિબંધિત ચીજ વસ્તુઓ પરથી ગુજરાતની તમામ સબજેલોમાં ચાલતા કૌભાંડોનો પર્દાફાશ થવા પામ્યો હતો. ત્યારે જૂનાગઢની માંગરોળ જેલ ફરી વિવાદમાં સપડાઈ છે. જેમાં માંગરોળ જેલનાં જેલર સામે કેદીઓએ આક્ષેપ કરતો વીડિયો વાયરલ કર્યો છે. જેમાં કેદીઓએ જેલમાં ચાલતા કૌભાંડ વિશે માંગરોળ જેલનાં અધિકારી પર આક્ષેપ કર્યા છે. જેમાં કેદીઓએ જણાવ્યું છે કે કેદીઓ પાસેથી નાસ્તાનાં નામે જેલર નાણાં ઉઘરાવતો હોવાનો દાવો કર્યો છે.  તેમજ કેદીઓ માટેની સામગ્રી પોતાનાં ઘરે લઈ જતા હોવાની પણ ફરિયાદ કરી છે. ત્યારે કેદીઓનાં વીડિયો વાયરલ થતા માંગરોળ  DySP સહિતનો સ્ટાફ દોડતો થયો હતો. માંગરોળ તાલુકા સબજેલની સ્થિતિનું DySP એ નીરીક્ષણ કર્યું હતું. તેમજ મોબાઈલનો પ્રતિબંધ હોવા છતાં વીડિયો વાયરલ થતા તંત્રની કામગીરી પર શંકા ઉપજી રહી છે. 

જેલમાં ઘણો બધો ભ્રષ્ટ્રાચાર થાય છેઃ કેદીઓ
કેદીઓએ વાયરલ વીડિયોમાં જણાવ્યું હતું કે અમે આ વીડિયો વાયરલ કરીએ છીએ.  જે ભ્રષ્ટ્રાચાર વિરૂદ્ધ છે.  જ્યાં ઘણો બધો ભ્રષ્ટ્રાચાર થાય છે. જો કોઈ ઉચ્ચ અધિકારી અમારી મુલાકાતે આવશે. તો અમે એને ઘણું બધું કહેશું. અને અમારી પાસે જે પુરાવા છે તે આપશું. અને કાલ સવારે આ વીડિયો વાયરલ થાય અને અમને કંઈ પણ થાય એની તમામ જવાબદારી. માંગરોળ સબજેલનાં જેલરની રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ