બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / According to Ayurveda, do not consume these 5 things with milk

સ્વાસ્થ્ય / આયુર્વેદના મતે દૂધ સાથે ભૂલથી પણ આ 5 ચીજોનું સેવન ન કરતા, જાણો સાઇડ ઇફેક્ટ્સ

Pooja Khunti

Last Updated: 01:15 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrong Food Combinations with Milk: દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ આ અમુક વસ્તુઓનું સેવન દૂધ સાથે ન કરવું જોઈએ.

  • દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક 
  • દૂધ સાથે નમકીનનું સેવન ન કરવું જોઈએ 
  • દૂધ અને માંસ બંનેના ગુણ વિપરીત હોય છે

દરેક વ્યક્તિ માટે દૂધનું સેવન ફાયદાકારક હોય છે. દૂધમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ઝીંક અને મિનરલ્સ, પ્રોટીન, વિટામિન B12 અને વિટામિન D જેવા પોષક તત્વો હોય છે. મોટી ઉંમરનાં લોકોએ 2 ગ્લાસ દૂધનું સેવન કરવું જોઈએ. જેનાથી હાડકાં નબળા નહીં થાય. દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે છતાં પણ અમુક વસ્તુઓનું સેવન દૂધ સાથે ન કરવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. જાણો આ વસ્તુઓ વિશે. 

દૂધ અને માછલી 
દૂધ સાથે માછલીનું સેવન ન કરવું જોઈએ. પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે. તમને ખંજવાળ અને ત્વચાને લગતી અન્ય સમસ્યાઓ થઈ શકે છે. 

દૂધ અને ખાટા ફળો 
દૂધ સાથે ખાટા ફળો જેવા કે સંતરા, લીંબુ, દ્રાક્ષનું સેવન કરવાથી તમને પાચનની સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે ઊલટી, પેટમાં દુ:ખાવો, ગેસ અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.  

દૂધ સાથે નમકીન 
તમને ત્વચા સંબંધિત સમસ્યા હોય તો દૂધ સાથે નમકીનનું સેવન ન કરવું જોઈએ. આવું કરવાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે. 

દૂધ અને માંસ 
દૂધ અને માંસ બંનેના ગુણ વિપરીત હોય છે. જેના કારણે અપચ અને પેટ દુ:ખાવાની સમસ્યા થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ