બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Accidental injury of scooter driver in Veraval

અકસ્માત / VIDEO: વેરાવળમાં સ્કૂટર ચાલક સીધો દરિયાની ખાડીમાં ખાબક્યો, લોકોએ દોરી વડે યુવકને બચાવ્યો, આખરે બન્યું શું?

Kishor

Last Updated: 07:00 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના વેરાવળમાં સ્કુટર ચાલક દરિયામાં ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. જે વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

  • ગીર સોમનાથના વેરાવળમાં સ્કુટર ચાલક દરિયામાં ખાબક્યો
  • સ્કુટર ઉપર કાબૂ ગુમાવતાં દરિયાની ખાડીમાં ખાબક્યો હતો
  • દરિયાની ખાડીમાં ખાબકતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ગીર સોમનાથના વેરાવળમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગીર સોમનાથના વેરાવળમાં સ્કુટર ચાલક દરિયામાં ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ સ્કુટર ઉપરથી બેલેન્સ ગુમાવતા યુવક દરિયામાં ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. દરિયાની ખાડીમાં ખાબકતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

ખાડીમાં પાર્ક કરેલી બોટ વચ્ચેની જગ્યામાં યુવાન સ્કુટર સાથે પડી ગયો હતો
ખાડીમાં પાર્ક કરેલી બોટ વચ્ચેની જગ્યામાં યુવાન સ્કુટર સાથે પડી ગયો હતો. જો કે ઘટનાની જાણ બોટમાં સવાર લોકોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને દોરીની મદદથી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલો આ વીડિયો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદરની વચલી માર્કેટનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ