બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / વડોદરા / Abha burst in Navsari, now it's Valsad-Surat's turn: Highway also flooded, see where red alert has been given

મેઘમહેર / નવસારીમાં આભ ફાટ્યું, હવે વલસાડ-સુરતનો વારો: હાઇવે પણ પાણીમાં ગરકાવ, જુઓ ક્યાં અપાયું છે રેડ અલર્ટ

Priyakant

Last Updated: 11:11 AM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

South Gujarat Rain Update News: નવસારી અને જુનાગઢ બાદ હવે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળવાનું શરૂ કર્યું, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા

  • સુરતમાં આજે રેડ એલર્ટ, રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં
  • સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી, હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો 
  • વલસાડના કપરાડા અને ધરમપુરમાં વરસાદ, કોઝ્વે પર પાણી ફરી વળ્યાં

ગુજરાતમાં નવસારી અને જુનાગઢ બાદ હવે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળવાનું શરૂ કર્યું છે. વાત જાણે એમ છે કે, આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને વડોદરા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. આ તરફ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે આજે ગુજરાતના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પોરબંદર અને દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરત શહેરમાં ધોધમાર વરસાદ
ડાયમંડ નગરી સુરત શહેરના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. આ સાથે વહેલી સવારથી શરૂ થયેલ વરસાદ વચ્ચે આજે સુરતમાં રેડ એલર્ટ અપાયુ છે. મહત્વનું છે કે, સુરતના ઉધનામાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા તો ઉધના-નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા છે. આ સાથે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. 

સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ
સુરત શહેર સાથે સમગ્ર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વચ્ચે સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. આ તરફ સુરતના કીમ-માંડવી સ્ટેટ હાઈવે પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ સાથે કીમ ચાર રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં છે. આ તરફ પાણી ભરાતા હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. આ સાથે શોપિંગ સેન્ટરમાં પણ પાણી ભરાતા ભારે નુકસાન થયું છે. નોંધનીય છેકે, તંત્રની ઉદાસીનતાને કારણે દર વર્ષે હાઈવે પર પાણી ભરાય છે. વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ હોવી સ્થિતિ બની છે. 

વલસાડના કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદ 
આ તરફ દક્ષિણ ગુજરાતનાઅ વલસાડના કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. રાંધા અને કૌચાને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા તો તુલસી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. આ તરફ હવે બંને તરફના ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કોઝવે પસાર કરવા કલાકો સુધી રાહ જોવી પડે છે. આ તરફ લોકો જીવને જોખમમાં મૂકી કોઝવે પસાર કરતાં જોવા મળ્યા છે. નોંધનીય છે કે, આજે પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 

વડોદરામાં ધોધમાર વરસાદથી રસ્તાઓનું ધોવાણ
વડોદરામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદથી રસ્તાઓનું ધોવાણ થયું છે. વડોદરામાં અમિત નગર બ્રિજનો સર્વિસ રોડ ધોવાયો છે. જેને લઈ હવે વરસાદને કારણે સર્વિસ રોડ ધોવાતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે, દરરોજ હજાર વાહનો સર્વિસ રોડ પરથી પસાર થાય છે. આ તરફ મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે નાગરિકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તોફાની બેટિંગ કરી છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, ડેમોમાં પાણીની આવક વધી છો. તો રસ્તાઓ અને ખેતરો બેટમાં ફરી વળ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં ખાબક્યો છે. 24 કલાકમાં સવા 12 ઈંચ વરસાદથી નવસારીમાં જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યું છે. લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે. જ્યારે જલાલપોરમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ વિસ્તારમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં 7 ઈંચ, ખંભાળિયામાં 7 ઈંચ, ખેરગામમાં 6.5 ઈંચ, વલ્લભીપુરમાં 6.5 ઈંચ, ઉમરાળામાં 6.5 ઈંચ, વિસાવદરમાં સવા 6 ઈંચ, ગણદેવીમાં પોણા 6 ઈંચ, વાગરામાં પોણા 6 ઈંચ, બોટાદમાં સવા 6 ઈંચ, કેશોદમાં 5 ઈંચ, મહુવામાં પોણા 5 ઈંચ, અમદાવાદમાં પોણા 5 ઈંચ, સાણંદમાં સવા 4 ઈંચ, વંથલીમાં સવા 4 ઈંચ, દેહગામમાં પોણા 4 ઈંચ, મહુવા-સુરતમાં પોણા 4 ઈંચ, કરજણમાં 3.5 ઈંચ, ચોર્યાસીમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં રહેશે વરસાદનું જોર
અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ થવાની સંભવાના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે રાજ્યમાં આજના દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે.

આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, નર્મદા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા. સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અમરેલી, કચ્છ, મોરબી, જામનગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આજે (23 જુલાઈ) સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, મોરબી, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ