બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Aam Aadmi Party's Gujarat state president Yesudan Gadhvi has announced to contest the Lok Sabha elections in alliance with the Congress.

રાજકારણ / ગુજરાતમાં AAP-કોગ્રેસના ગઠબંધનના દાવા પર મચી ખલબલી, ભાજપ-કોંગ્રેસ બન્નેના આવ્યાં નિવેદનો

Vishal Khamar

Last Updated: 07:13 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં INDIA સાથે ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડવા બેબાકળી બની છે. ત્યારે હાલ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરતા ખચકાટ અનુભવી રહી છે. જાણો શું મળી રહ્યા છે સંકેત

  • આપનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરાઈ મોટી જાહેરાત
  • આપ અને કોંગ્રેસ ગુજરાતમાં સીટો વહેંચીને ચૂંટણી લડશેઃ ઈસુદાન ગઢવી
  • આપ અને કોંગ્રેસ બંને I.N.D.I.A નાં ગઠબંધનનો એક ભાગ

 ગુજરાતનાં આમ આદમી પાર્ટીનાં પ્રમુખ ઈસુદાન ગઢવીએ સોમવારે એક નિવેદન આપીને રાજકારણમાં હડકંપ મચાવી દીધો હતો કે આપ અને કોંગ્રેસ ગુજરાતમાં આગામી લોકસભાની સીટો વહેંચીને ચૂંટણી લડશે. કારણ કે બંને પાર્ટીઓ વિપક્ષ I.N,D.I.A.  ની ગઠબંધનની સભ્ય છે. ત્યારે આ બાબતે ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાર્ટી કેન્દ્રીય નેતૃત્વનાં નિર્દેશોનું પાલન કરશે. 

આપ અને કોંગ્રેસ બંને I.N.D.I.A નાં ગઠબંધનનો એક ભાગ
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને I.N.D.I.A નાં ગઠબંધનનો એક ભાગ છે. હાલમાં જ ચૂંટણીને લઈને ગઠબંધનની વાતચીત ચાલી રહી છે. આવા સમયમાં ગુજરાતમાં સીટોનાં વિભાજનની ફોર્મ્યુલા હેઠળ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ બંને સાથે મળીના આગામી લોકસભાની ચૂંટણી લડે છે કે નહી તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. 

ભાજપે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની "બી ટીમ "  ગણાવી 
ન્યૂઝ એજન્સીનાં રિપોર્ટ મુજબ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સંભવિત ગઠબંધનને લઈને હાલ સત્તા પર રહેલી પાર્ટીને કોઈ નુકશાન થવાનું નથી.  ભાજપે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની "બી ટીમ "  ગણાવી હતી.

હું ગેરંટી આપું છું કે આ વખતે ભાજપ 26 સીટ નહી જીતી શકેઃ ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીનાં ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ લોકો સાથે વાતચીતમાં કહ્યું કે જો બધું યોજના અનુસાર થયું તો હું ગેરંટી આપુ છું કે ભાજપ આ વખતે ગુજરાતમાં 26 સીટ નહી જીતી શકે. તેમજ તેઓએ વધુમાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે અરવિંદ કેઝરીવાલનાં નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી વિપક્ષી I.N.D.I.A નાં ગઠબંધનમાં જોડાઈ છે. 

આપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી
ઈસુદાન ગઢવીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એવી સીટો શોધવાનું શરૂ કરી દીધું છે. જે સીટ પર પાર્ટી ઉમેદવાર ઉભો રાખી શકે છે. ગુજરાત આમ આદમી પાર્ટીનાં પ્રમુખ દ્વારા અચાનક કરવામાં આવેલ આ જાહેરાત પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હજુ અંતિમ નિર્ણય બાકી છે. કેન્દ્રીય નેતૃત્વ  આ અંગે નિર્ણય લેશે.

અન્ય વાટાઘાટો બાદ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશેઃ મનીષ દોશી (પ્રવક્તા કોંગ્રેસ)
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પત્રકારોને જણાવ્યું કે મને હાલ જ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ જાહેરાત બાબતે હાલ જ જાણવા મળ્યું છે. ત્યારે અન્ય પાર્ટીઓ સાથે સીટો તેમજ અન્ય વાટાઘાટો બાદ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. ચૂંટણી પહેલા ગઠબંધન પર નિર્ણય લેવો કેન્દ્રીય નેતૃત્વનો વિશેષાધિકારી છે. કેન્દ્રીય નેતૃત્વ જ્યારે પણ આ બાબતે તેઓનો અભિપ્રાય જાણવા માંગશે તો પ્રદેશ સંગઠન આ બાબતે ચર્ચા કરશે. ગુજરાત કોંગ્રેસ રાષ્ટ્રીય નેતાઓનાં નિર્દેશોનું પાલન કરશે. 

વડાપ્રધાન મોદીનાં નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર કોઈનાથી ડરતી નથી:ઋત્વિજ પટેલ(પ્રવક્તા કોંગ્રેસ)
ભાજપે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ જાહેરાત પર ધ્યાન આપ્યું નથી. ગુજરાત ભાજપનાં પ્રવક્તા ઋત્વિજ પટેલ કહ્યું કે અમે છેલ્લી બે ટર્મથી ગુજરાતમાં તમાં 26 લોકસભા સીટો જીતી રહ્યા છે. આ વખતે અમારૂ લક્ષ્ય 5 લાખ મતોમાં માર્જીનથી તમામ સીટો જીતવાનો લક્ષ્યાંક છે. ત્યારે વડાપ્રધાન મોદીનાં નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર કોઈનાથી ડરતી નથી. અમને ચૂંટણીમાં જીત હાંસલ કરવાનો સંપૂર્ણ વિશ્વાસ છે. ત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ એકબીજાની વિરૂદ્ધમાં હતા. જેમાં કોંગ્રેસને 17 અને આપ ને 5 સીટ મળી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ