બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / aadhaar card photo update know how to change your photo

કામની વાત / શું આધાર કાર્ડનો ફોટો તમને નથી પસંદ! તો ચિંતા ન કરો, આજે જ કરાવી દો અપડૅટ, જાણો પ્રોસેસ

Bijal Vyas

Last Updated: 08:39 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધારકાર્ડ એક મહત્વનો ડોક્યુમેન્ટ છે, તેમાં આવેલો ફોટો તમને નથી ગમતો કે લોકો તે ફોટોની મજાક બનાવે છે. તો હવે તમે તે ફોટાને બદલી શકો છો- જાણી લો કેવી રીતે?

  • આધાર કાર્ડને બેંક એકાઉન્ટ, સિમ કાર્ડ અને પાન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે.
  • ઓનલાઇન નહીં બદલી શકાય આધાર કાર્ડનો ફોટો
  • ફોટો બદલાવવામાં 90 દિવસનો લાગે છે સમય 

aadhaar card photo update: આધાર કાર્ડ વર્તમાન સમયમાં ખૂબ જ મહત્વનું ડોક્યુમેન્ટ બની ગયું છે. આજકાલ બેંક ખાતું ખોલાવવું, સીમકાર્ડ ખરીદવું, બાળકોને શાળામાં પ્રવેશ અપાવવો, પેન્શન યોજના, રોકાણ વગેરે જેવુ કોઇપણ કામ  આધારકાર્ડ  વિના શક્ય નથી. જેમાં તમારું નામ, સરનામું, જન્મ તારીખ સહિતનો બાયોમેટ્રિક ડેટા પણ સંગ્રહિત છે. આ એક માત્ર ડોક્યુમેન્ટ દ્વારા તમામ માહિતી એકઠી કરવું સરળ બનાવે છે. હવે તમારા આધાર કાર્ડને બેંક એકાઉન્ટ, સિમ કાર્ડ અને પાન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે.

તમે જોયું જ હશે કે મોટાભાગના લોકોના આધાર કાર્ડમાં ફોટો સારો નથી આવતો. ઘણી વખત ફોટો સારો ન હોય ત્યારે આધાર કાર્ડ સાથેનો ફોટો કહીને તેની મજાક ઉડાવવામાં આવે છે. જો તમારા આધારમાં ફોટો સારો નથી અને તેની મજાક ઉડાવવામાં આવે છે, તો તમે તેને સરળતાથી બદલી શકો છો. આવો જાણીએ આધારકાર્ડ પરનો ફોટો બદલવાની પદ્ધતિ વિશે.

ઓનલાઇન ઉપલબ્ધ નથી આ સુવિધા
ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવાની સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ નથી, એટલે કે તમે તેને ઘરે બેસીને બદલી શકતા નથી. જો તમને તમારા આધાર કાર્ડનો ફોટો ગમતો નથી અને તમે તેને બદલવા માંગો છો, તો તમે નજીકના આધાર કેન્દ્ર પર જઈને તેને સરળતાથી બદલી શકો છો. આવો આગળની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જાણીએ.

Alert! હવે નહીં ચાલે આવા આધાર કાર્ડ, તમે પણ કઢાવ્યા હોય તો વાપરતા નહીં,  UIDAIએ આપી સૂચના | uidai update customers alert pvc aadhaar card from the  open market not acceptable details

આ રીતે બદલો આધાર કાર્ડમાં ફોટો

  • આધારમાં ફોટો બદલવા માટે તમારે પહેલા UIDAI વેબસાઇટ uidai.gov.in પર લોગિન કરવું પડશે 
  • આધાર નોંધણી ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. 
  • આ ફોર્મ ભરો અને તમારા નજીકના આધાર કેન્દ્ર પર સબમિટ કરો. 
  • અહીં તમારી પાસેથી બાયોમેટ્રિક વિગતો લેવામાં આવશે. 
  • આ સાથે તમારો નવો ફોટો લેવામાં આવશે. 
  • અહીં એક સરસ હસતો ફોટો લીધા પછી, તમારે GSTની સાથે ફી તરીકે 100 રૂપિયા ચૂકવવા પડશે. 
  • તમારું કાર્ય અહીં પૂર્ણ થશે. 
  • અપડેટ થવામાં 90 દિવસ જેટલો સમય લાગી શકે છે.

આ રીતે ચેક કરો
આધાર કેન્દ્રમાં ફોટો અપડેટ કરતી વખતે તમને URN સાથે એક સ્લિપ પણ આપવામાં આવે છે. આની મદદથી તમે ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડનો ફોટો બદલાયો છે કે નહીં. જ્યારે તમારો ફોટો અપડેટ થાય છે, ત્યારે તમે UIDAI વેબસાઈટ પર જઈને નવા ફોટો સાથે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ