બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Aadhaar card number in Amreli gave sleepless nights to a shop owner

સાયબર ફ્રોડ / અમરેલીમાં આધારકાર્ડના નંબરે દુકાન માલિકની ઊંઘ હરામ કરી, 7, 89, 44, 306 રૂપિયાના વેચાણની ઈન્કમ ટેક્સે નોટિસ ફટકારી, જુઓ એવું તો શું બન્યું

Vishal Khamar

Last Updated: 10:27 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસણની દુકાનમાં નોકરી કરતા એક યુવકને જીએસટી વિભાગે એડવાન્સ ટેક્ષ ભરવા નોટીસ ફટકારી છે. ત્યારે યુવકને પોતાની સાથે સાયબર ફ્રોડ થયું હોવાનું જણાતા તજજ્ઞ લોકોનો સંપર્ક શરૂ કરી દીધો છે.

  • અમરેલીનો યુવક બન્યો સાયબર ફ્રોડનો શિકાર
  • બોગસ જીએસટી દ્વારા તેની સાથે સાયબર ફ્રોડ થયું
  • ન્યાય માટે  છેક મુંબઈ GST કચેરી સુધી ધક્કા ખાઈ આવ્યા છે

અમરેલીના એક વાસણની દુકાનમાં નોકરી કરતાં યુવકના આધારકાર્ડના નંબરે દુકાન માલિકની ઊંઘ હરામ કરી દીધી છે. કેમકે, કોઈએ બોગસ જીએસટી દ્વારા તેમની સાથે સાયબર ફ્રોડ કર્યું છે. અને ઈન્કમ ટેક્ષ વિભાગે એડવાન્સ ટેક્ષભરવા નોટિસ પણ ફટકારી છે. ત્યારે આ વેપારી કેવી રીતે બન્યા છે સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. 


સાયબર ફ્રોડ થયું હોવાનું જણાતા તજજ્ઞ લોકોનો સંપર્ક શરૂ કરી દીધો
અમરેલીના રાજકમલ ચોકમાં આવેલું પી.સી.સ્ટીલ સેન્ટર. આ પી.સી.સ્ટીલ સેન્ટર પર નોકરી કરતા ચંદ્રેશ પ્રમોદભાઈ સંઘવી 8 થી 10 હજારના પગારમાં પોતાના કાકાના વાસણની દુકાનમાં નોકરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ તેમના મોબાઈલ પર ઈનકમ ટેક્સ વિભાગ તરફથી જે મેસેજ આવ્યો છે. તેણે છેલ્લા કેટલાય દિવસથી તેમની ઊંઘ હરામ કરી નાખી છે. આ યુવાનના કાકા હરીશભાઈ કંસારાના મોબાઈલમાં ઈનકમ ટેક્સ વિભાગના પોર્ટલ પરથી એ. આઇ.એસ.નામનું ફોર્મ ડાઉનલોડ કરીને એડવાન્સ ટેક્ષ ભરવા જણાવાયું છે. એટલુ જ નહીં ફોર્મમાં એવો પણ ઉલ્લેખ છે કે,ચંદ્રેશ સંઘવી દ્વારા 7  કરોડ, 89 લાખ, 44 હજાર 306 રૂપિયાનું વેચાણ કરવામાં આવ્યું છે. આ મેસેજથી નાનકડી દુકાન ધરાવતા આ વેપારી પરિવારના પગતળેથી ધરતી ખસી ગઈ છે. તેમને પોતાની સાથે સાયબર ફ્રોડ થયું હોવાનું જણાતા તજજ્ઞ લોકોનો સંપર્ક શરૂ કરી દીધો છે.

ચંદ્રેશ સંઘવી તો માત્ર વાસણની દુકાનમાં કામ કરે છે, તેમના નામે કોઈ પરિવારે કોઈ જીએસટી નંબર મેળવેલો નથી. એમના કાકા હરીશભાઈને વાસણનો નાનો વેપાર છે. ઈન્કમટેક્ષ ભરવા જેટલી પણ તેમની આવક નથી તેઓ આઈટી રિટર્નમાં  નીલ બતાવે છે. ત્યારે આ આવડું મોટું ટ્રાંજેક્શન ને કોણ એ કર્યું તે અંગે તેમણે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે મહારાષ્ટ્ર, તમિલનાડું અને ગુજરાતમાં 7 જગ્યાએ કોઈ  અજાણ્યા ઇસમો દ્વારા જુદા જુદા GST નંબરથી અને ચદ્રેશ સંઘવીના આઇ. ડી.પ્રૂફના આધારે ટ્રાંજેક્શન કરવામાં આવ્યું છે.     
ન્યાય માટે  છેક મુંબઈ GST કચેરી સુધી ધક્કા ખાઈ આવ્યા છે
આ રીતે આધારકાર્ડ પાનકાર્ડમાં મોબાઈલ નંબર ફેરવીને, બોગસ કંપની ઊભી કરીને પેઢીના માલિક ચંદ્રેશ સંઘવીને બતાવીને, કરોડો રૂપિયાના GSTનું કૌભાંડ કરનારા અજાણ્યા શખ્સો આબાદ ફરી રહ્યા હશે. પરંતુ જેની સાથે આવું ફ્રોડ થયું છે તે ન્યાય માટે  છેક મુંબઈ GST કચેરી સુધી ધક્કા ખાઈ આવ્યા છે પણ કોઈ આ ફ્રોડ નો ભોગ બનેલા યુવકનું સંભળાતું નથી.

આમ, એક વાસણ ની દુકાનમાં કામ  કરતા યુવકના આઈ. ડી.પ્રૂફનો દુરુપયોગ કરી GSTની ચોરી કરવાના કૌભાંડીઓને GST તંત્ર અને પોલીસ તંત્ર ક્યારે ઝડપી લેશે તેના પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે આ કિસ્સો વેપારીઓ અને આમનાગરિકો માટે ચિંતા ઉપજાવનારો પણ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ