બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A young man working in Taluka Panchayat suddenly fell down, died due to heart attack.

સાબરકાંઠા / તાલુકા પંચાયતમાં ફરજ બજાવતો યુવક એકાએક ઢળી પડ્યો, થયું મોત, કારણ હાર્ટ એટેક

Vishal Khamar

Last Updated: 05:17 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે યુવક સબ રજીસ્ટ્રાર કચેરીમાં મકાન દસ્તાવેજ માટે આવ્યો હતો. જે બાદ અચાનક જ યુવક કચેરીમાં ઢળી પડતા યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

  • સાબરકાંઠામાં યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું
  • પરીક્ષિત પટેલ નામનાં યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું
  • યુવક તાલુકા પંચાયતમાં આત્મ વિભાગમાં ફરજ બજાવતો હતો

 મૂળ પ્રાંતિજ તાલુકાનાં પોગલું ગામે રહેતા અને હિંમતનગર ખાતે આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા મકાનનો દસ્તાવેજ કરવા માટે સબરજીસ્ટ્રાર કચેરીમાં સોમવારે સાંજે ગયા હતા. ત્યારે યુવક સબરજીસ્ટ્રાર કચેરીમાં અચાનક જ ઢળી પડતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે યુવકનાં મૃત્યુનાં સમાચારા મળતા જ પરિવારજનોમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો.

યુવક મકાનનાં દસ્તાવેજ માટે રજીસ્ટ્રાર કચેરી ગયો હતો

મળતી માહિતી મુજબ પોગલું ગામનાં વતની પરીક્ષિત પટેલ જે તાલુકા પંચાયતમાં આત્મા વિભાગમાં ફરજ બજાવે છે. ત્યારે પરીક્ષિત પટેલે હિંમતનગર ખાતે નીલકંઠ સોસાયટીમાં નવીન મકાન લીધું હતું જ્યાં તેઓ તેમનાં પરિવાર સાથે રહેતા હતા. ત્યારે યુવક નવીન મકાનનો દસ્તાવેજ કરવા સોમવારે હિંમતનગરનાં બહુમાળી ભવનમાં રજીસ્ટ્રાર કચેરી ગયા હતા.
108 મોડી પડતા યુવકને રીક્ષામાં હોસ્પિટલ ખસેડાયો
રજીસ્ટ્રાર કચેરીમાં સાંજનાં સુમારે અચાનક જ યુવત ઢળી પડ્યો હતો. ત્યારે રજીસ્ટ્રાર ઓફિસનાં કર્મચારીઓ દ્વારા યુવકને રીક્ષામાં હર્દમય હોસ્પિટમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.  ત્યારે બાદ યુવકને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોએ યુવકનું ચેકઅપ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. 
પોલીસ હોસ્પિટલ પહોંચી કાર્યવાહી હાથ ધરી 
આ બનાવ અંગેની જાણ હોસ્પિટલનાં તબીબ દ્વારા હિંમતનગર-બી ડીવીઝન પોલીસને કરતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. જે બાદ યુવકની લાશને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી. 
બહુમાળી ભવનમાં 108 નો પોઈન્ટ મુકવાની માંગ
હિંમતનગર બહુમાળી ભવનમાં રોજનાં હજારો લોકો તેમનાં કામ અર્થે આવતા હોય છે. ત્યારે 108 ને ફોન કરનાંર વિનિતસિંહે જણાવ્યું હતું કે ટ્રાફિકને લઈને 108 એમ્બ્યુલન્સ 10 મિનિટ મોડી આવતા અમે તાત્કાલિક યુવકને રીક્ષામાં હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ત્યારે જો 108 સમયસર આવી ગઈ હોત તો યુવકને સારવાર મળી જાત અને યુવકનો જીવ પણ બચી ગયો હોત. જેથી બહુમાળી ભવનમાં 108 નો પોઈન્ટ મુકવા માંગ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ