બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A website called RTE CAFE was blocked after the VTV report

VTV IMPACT / રૂ. 3000માં 100 ટકા પ્રવેશનો દાવો કરતી RTE CAFE સાઇટ બ્લોક, અહેવાલ બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં

Malay

Last Updated: 08:02 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV NEWSના અહેવાલનો પડઘો પડ્યો છે. 3 હજાર રૂપિયામાં RTE અંતર્ગત મનગમતી શાળામાં એડમિશન અપાવવાનો દાવો કરતી RTE CAFE નામની વેબસાઈટ બ્લોક કરવામાં આવી છે.

 

  • VTV NEWSના અહેવાલની અસર
  • RTECAFEની સાઇટ બ્લોક કરાઈ
  • રૂ.3000માં 100 ટકા પ્રવેશનો કરાયો હતો દાવો

RTE અંતર્ગત મનગમતી શાળામાં એડમિશન અપાવવાના મેસેજ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. VTVના અહેવાલ બાદ RTE CAFE નામની વેબસાઈટ બ્લોક કરી દેવામાં આવી છે. RTE CAFE નામની યુટ્યુબ ચેનલ હજુ પણ કાર્યરત છે. આ મામલે શિક્ષણ વિભાગે તપાસ માટે ગાંધીનગર પોલીસમાં અરજી પણ કરી છે. મહત્વનું છે કે, RTEમાં પ્રવેશ આપવાની શરૂઆત થતાં RTE CAFE નામની વેબસાઈટે RTE અંતર્ગત મનગમતી શાળામાં રૂ. 3000માં એડમિશન અપાવવાની જાહેરાત કરી હતી. 

એજન્ટોએ ચાલું કરી હતી વેબસાઈટ
RTE એક એવો કાયદો છે કે જેનાથી હોશિયાર છતાં આવકની દ્રષ્ટિએ નબળા વિદ્યાર્થીને સારામાં સારી સ્કૂલમાં સારામાં સારુ શિક્ષણ મળે. છેલ્લા કેટલાક વર્ષોથી આ કાયદામાં બદી પ્રવેશી ગઈ છે. બદી કાયદાની નથી પણ તેને ઉધઈની જેમ કોરી ખાનારા વ્યક્તિઓની છે. એવી વાત તો અનેકવાર સામે આવી કે જે વાલી ખરેખર ધનિક હોય તેવા વાલીઓ પણ પોતાના બાળકોને RTE અંતર્ગત ભણાવે છે પરંતુ હવે આવી શિક્ષણ ઉપયોગી વ્યવસ્થામાં પણ એજન્ટ રાજનો પ્રવેશ થઈ ચુક્યો છે. એજન્ટ રાજ ત્યાં સુધી કે આવા લેભાગુ એજન્ટ પોતાની વેબસાઈટ પણ ચલાવે છે અને દાવો કરે છે કે અમે તમારુ ફોર્મ પાસ કરાવી દઈશું, મનગમતી શાળામાં એડમિશન અપાવી દઈશું. સ્વભાવિક છે કે કોઈ પણ લલચાય અને કેટલાય વાલીઓએ આવા ફોર્મ પાસ કરાવવા રૂપિયા પણ આપ્યા છે. વીટીવી ન્યૂઝમાં અહેવાલ પ્રસારીત થયા બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું અને આવા લેભાગુ તત્વો સામે ફરિયાદ પણ કરી છે.

શું છે સમગ્ર મામલો
ગરીબ બાળકોને ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ આપવા માટે RTEનો કાયદો અમલમાં આવ્યો છે. વાર્ષિક દોઢ લાખ કરતા ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE અંતર્ગત ખાનગી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે, ત્યારે RTEમાં 100 ટકા એડમિશન અપાવવા માટે એજન્ટ સક્રિય થયા હતા. RTEમાં પ્રવેશ આપવાની શરૂઆત થતાં સર્વ શિક્ષા અભિયાનના લોગોનો ઉપયોગ સાથેની પત્રિકાનું વિતરણ શરૂ કરાયું હતું. આ પત્રિકામાં 3 હજાર રૂપિયામાં મનગમતી શાળામાં એડમિશન અપાવવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે વેબસાઈટ બનાવીને લોકો પાસેથી રૂપિયા અને ડોક્યુમેન્ટ પણ મંગાવવામાં આવ્યા છે. RTE CAFE નામની વેબસાઈટ બનાવી લોકો પાસેથી ઓનલાઈન ડોક્યુમેન્ટ અને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ વેબસાઈટ હેતલ સોની નામની યુવતી ચલાવે છે. સાથે વેબસાઈટમાં ઓફિસ ક્યાં આવી તેનો કોઈ ઉલ્લેખ નથી. આ પત્રિકામાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, એડમિશન માટે એડવાન્સ 3 હજાર આપો અને જો એડમિશન ન થાય તો 1 હજાર 800 પરત લઈ જાઓ. આ પ્રકારની જાહેરાત થતાં RTE અંતર્ગત અપાતા પ્રવેશની વિશ્વસનિયતા પર સવાલ ઉભા થયા હતાં.

RTE અંતર્ગત એડમિશનનો આજથી પ્રારંભ: પરંતુ ફરજિયાત કરવું પડશે આ નિયમનું પાલન,  જાણી લો ફોર્મ ભરવાની અંતિમ તારીખ | Admission process under RTE started from  today
ફાઈલ ફોટો

કૌભાંડ અંગે DEO કચેરીએ શું કહ્યું હતું?
કોઈ એજન્ટને માન્યતા આપવામાં આવી નથી તેમજ વચેટિયાઓ પાસેથી કોઈ ફોર્મ લેવું નહીં અને DEO કચેરીએ આવી કોઈ સત્તા અન્ય કોઈને આપી નથી. RTEની સત્તાવાર વેબસાઈટ ઉપર જ ફોર્મ ભરવું આવી વેબસાઈટથી ગેરમાર્ગે દોરાવું નહીં તેમજ RTE CAFE નામની વેબસાઈટ સામે ફરિયાદ દાખલ થશે. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પ્રવેશ આપવાનો દાવો કરી શકે નહીં અને લાયકાત ધરાવતા વાલીના સંતાનોને નિયમ મુજબ જ પ્રવેશ મળશે તેમજ વાલીઓએ કોઈપણ પ્રકારની ઓનલાઈન ફી ભરવાની થતી નથી. યોગ્ય માહિતીના અભાવે વાલીઓ ભોગ બને છે.

વાલીઓ પણ આ વાત સમજે
RTEની સત્તાવાર વેબસાઈટમાંથી જ ફોર્મ ભરી શકાય છે તેમજ RTEમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ઓનલાઈન જ હોય છે. RTEમાં પ્રવેશ માટે એજન્ટની કોઈ જરૂરિયાત જ નથી તેમજ એડમિશનનું ફોર્મ ભર્યા પછી 14 પ્રકારની કેટેગરી હોય છે. તમારા રહેણાંક વિસ્તારની 6 કિ.મી.આસપાસની શાળામાં જ અગ્રતાક્રમ આપવાનો છે અને એટલે અન્ય શાળામાં પ્રવેશ મળશે તે વાત પાયાવિહોણી છે. ખોટા પુરાવા ઉભા કર્યા હશે તો એડમિશન કન્ફર્મ કરતી વખતે મુશ્કેલી થશે અને એડમિશન સમયે તમામ પુરાવાના ઓરિજનલ પ્રમાણપત્ર રજૂ કરવાના થશે.

RTEમાં લેભાગુ એજન્ટની મોડસ ઓપરેન્ડી
વાલીઓ સાથે સીધો સંપર્ક ટાળે છે તેમજ મોટેભાગે સાદા મેસેજ કે વોટ્સએપ મેસેજથી સંપર્કમાં રહે છે અને ફોન ઉપર વાત કરવાનું મોટેભાગે ટાળે છે અને ભાંડો ફૂટી ન જાય એટલે સામે આવતા નથી તેમજ વેબસાઈટમાં ઓફિસના સરનામાનો ઉલ્લેખ હોતો નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ