બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A video of liquor has gone viral in Navsari district

આણંદ / શું ગુજરાતમાં પોલીસ જ કરી રહી છે દારૂની હેરાફેરી? દારૂની ખેપ મારતો પોલીસ જવાન જાપ્તામાં, આટલી બોટલો પકડાઈ

Mahadev Dave

Last Updated: 09:58 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારી જિલ્લામાં ફરી એકવાર દારૂબંધીના લિરા ઉડ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વધુમાં આણંદના વાસદ ટોલ નાકા પાસે વિદેશી દારૂની 228 બોટલ જપ્ત કરવામાં આવી છે.

  • પોલીસ જવાને જ ઉડાવ્યા દારૂબંધીના ધજાગરા 
  • દારૂની ખેપ મારતો લોકરક્ષક સંજય ચાવડાની અટકાયત
  • આણંદના વાસદ ટોલ નાકા પાસે વિદેશી દારૂની 228 બોટલ જપ્ત 

પોલીસની ઢીલી નીતિના પાપે ગાંધીજીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ જાણે ખુલ્લેઆમ મળી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. નવસારી જિલ્લામાં ફરી એકવાર દારૂબંધીના લિરા ઉડ્યા છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું છે..બીજી તરફ આણંદના વાસદ ટોલ નાકા પાસે વિદેશી દારૂની 228 બોટલ જપ્ત કરવામાં આવી છે.

vasad-police-crime-news Archives | Charotar Sandesh

નાના પૌડા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા સંજય ચાવડાએ મારી ખેપ

ખાસ વાત તો એ છે કે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા પંચાયત સભ્ય મિનેશ પટેલ દારૂની મહેફીલમાં ઝૂમતા દેખાયા હતાં. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાં જ ચર્ચાએ જોર પકડ્યું છે. જે રીતે એનિમલ ફિલ્મમાં બોબી દેઓલ નાચતા હોય તેવો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો જલાલપોર તાલુકાના વેસ્મા ગામનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જ્યાં લગ્ન પ્રસંગમાં બિયરના ટીમ માથા ઉપર લઇને નાચતા યુવાનનો વીડિયો વાઈરલ થયો છે. જો કે આ વીડિયોની Vtv ન્યુઝ પુષ્ટિ કરતું નથી. હાલ આ વીડિયોને લઈ ગાંધીજીના ગુજરાતમાં આ રીતે દારૂ ખુલ્લેઆમ પીવાય રહ્યો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. સૌ કોઈ આ વીડિયોને લઈને કડકમાં કડક તપાસ કરવાની માંગ કરી રહ્યાં છે. 


બીજી તરફ આણંદના વાસદ ટોલ નાકા પાસે વિદેશી દારૂની 228 બોટલ જપ્ત કરવામાં આવી છે.દારૂની ખેપ મારતો લોકરક્ષક સંજય ચાવડાની આ મામલે અટકાયત કરવામાં આવી છે. આ આરોપી નાના પૌડા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવે છે. હાલ તો પોલીસે આરોપી સંજય ચાવડા પાસેથી  4 લાખ 42 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.. દારૂની હેરાફેરી કરનારા પોલીસ જવાન સંજય ચાવડા સહિત અન્ય બે લોકોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Navsari liquor viral video દારૂબંધી નવસારી નવસારી પોલીસ વિદેશી દારૂ વીડિયો વાયરલ Navsari
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ