ss_king746 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પરથી વાયરલ થયેલ પિતા, પુત્રના પ્રેન્કનો જોરદાર વીડિયો અત્યાર સુધીમાં 1.4 કરોડથી વધુ લોકોએ જોયો છે. રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી છે.
પિતા, પુત્રના પ્રેન્કનો જોરદાર વીડિયો વાયરલ
પિતા સામે બેસીને જ પેગ બનાવવા લાગ્યો પુત્ર
ss_king746 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયાના આ જમાનામાં વીડિયો કમાણીનું સાધન બન્યું હોવાથી લોકો અવનવા વીડિયો બનાવે છે. દરરોજ અઢળક વીડિયો આપણા મોબાઈલ પર આવતા હોય છે અને લોકો પણ ફેમસ અને વાયરલ થવાના અનેક ઉપાયો અજમાવી લેતા હોય છે. ક્યારેક મજાક-મસ્તી તો ક્યારેક ડાન્સ અને ક્યારેક પરિવાર સાથેના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં દેખાતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક પ્રેન્કનો જોરદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પુત્રએ પોતાના પિતા સામે બેસીને જ પેગ બનાવ્યા હતા. પછી જે થયું તે.. જુઓ video...
ss_king746 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પરથી શેર કરવામાં આવેલ આ વીડિયો અત્યાર સુધીમાં 1.4 કરોડથી વધુ લોકોએ જોયો છે. રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી છે. આ વાયરલ થઈ રહેલ વીડિયો એક પિતા અને પુત્રનો છે, જેમાં પુત્ર તેના પિતાની સામે બેસીને પેગ બનાવવા લાગે છે.
વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર પિતા ટીવી જોતા હતા. આ દરમિયાન તેનો પુત્ર દારૂની બોટલ અને ગ્લાસ લઈને આવે છે અને પિતાના સહેજ પણ ડર વગર તે ગ્લાસમાં પાણી અને દારૂ મિક્ષ કરી પેગ બનાવવા લાગે છે. બાદમાં પિતાની નજરે ચડતા તે ધ્યાનથી જુએ છે અને જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તે કહે છે કે તે પોતાના માટે એક પેગ બનાવી રહ્યો છે.હોવાનું જણાવી દીધું હતું. કે તરત જ પિતા ગુસ્સે થઈ જાય છે અને તેને મારવા દોડયા હતા. એટલું જ નહીં ખુરશી પણ ઉઠાવી લીધી હતી. જોકે આ દરમિયાન પુત્ર માત્ર વીડિયો મારફતે મજાક કરતો હોવાનું જણાવ્યું હતું.