બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A unique scene at Vastrapur Police Station, the Police Commissioner was seen having a chai-pay discussion with the personnel

અભિગમ / વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અનોખું દ્રશ્ય, કર્મીઓ સાથે ચાય પે ચર્ચા કરતા દેખાયા પોલીસ કમિશનર

Vishal Khamar

Last Updated: 08:00 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"ચાય પે ચર્ચા" ના ભાગરૂપે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા એક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા આજે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

  • અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો નવતર અભિગમ
  • પોલીસ કમિશનરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત
  • વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ સાથે કરી ચાય પે ચર્ચા

 અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા એક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.  જેમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા અઠવાડિયામાં બે દિવસ તેમની ચેમ્બરમાં ચાય પે ચર્ચા કરવામાં આવતી હતી. જે હવે તેમની ચેમ્બરની જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.  જેથી પોલીસ સ્ટેશનની સાચી વાસ્તવિકતા તેમજ પોલીસ સ્ટેશનને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એક નવી શરૂઆત કરી છે.

વસ્ત્રાપુર પોલીસ મથકના કર્મીઓ સાથે કમિશ્નરે કરી ચાય પે ચર્ચા
"ચાય પે ચર્ચા" માં આજે પોલીસ કમિશ્નરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની મુકાત લીધી હતી. જેમાં પોલીસ કમિશ્નર દ્વારા આજે વસ્ત્રાપુર પોલીસ મથકની મુલાકાત લીધી હતી.  જેમાં કમિશ્નર દ્વારા વસ્ત્રાપુર પોલીસ મથકના પોલીસ કર્મીઓની તકલીફો, તેમના પ્રશ્નો તેમજ પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરી હતી અને પોલીસ કર્મીઓ સાથે ચાય પે ચર્ચા કરી હતી.

પોલીસ સ્ટેશનમાં આવતી મહિલાઓ, વૃદ્ધો તેમજ બાળકો માટે અલાયદી બેઠક વ્યવસ્થા કરવા સૂચન
પોલીસ કમિશ્નર દ્વારા પોલીસ કર્મચારીઓને લગતા પ્રશ્નો જેવા કે પોલીસ સ્ટેશનમાં આવતી અરજીઓ,  ફરિયાદો, વાહન સહિતની તેમની સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.  તેમજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા કે અન્ય કોઈ કામ માટે આવતી મહિલાઓ, વૃદ્ધો તેમજ બાળકોને બેસવા માટે અલગ બેઠક વ્યવસ્થા બનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ