બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / A unique object found near the wreck at sea lifts the curtain on the mystery associated with the Titanic for three decades

ખુલાસો / ટાઈટેનિક સાથે ત્રણ દાયકાથી જોડાયેલા રહસ્ય પરથી ઉંચકાયો પડદો, દરિયામાં ભંગાર પાસે મળી અનોખી વસ્તુ

Vishal Khamar

Last Updated: 09:56 PM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાઇટેનિક ક્યાં ડૂબી ગયું હતું તે અંગે સતત શોધ ચાલી રહી છે. હવે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ટાઇટેનિકના કાટમાળ પાસે એક મોટો જ્વાળામુખી ખડક મળ્યો છે.

  • ટાઈટેનિકને ડૂબે ધણા વર્ષો થઈ ગયા
  • ટાઈટેનિકનાં કાટમાળ પાસેથી એક ઈકોસિસ્ટમ મળી આવી 
  • હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે આ વસ્તુ છે શું?

 ટાઈટેનિકને ડૂબે 100 થી પણ વધુ વર્ષ થઈ ગયા છે. હાલમાં તેનાથી સબંધિત કોઈ રહસ્ય બહાર આવ્યા નથી. ત્યારે હવે 26 વર્ષ જુના રહસ્યનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે ગોતાખોરોને ટાઈટેનિકનાં કાટમાળ પાસેથી એક ઈકોસિસ્ટમ મળી આવી છે. તે સૌ પ્રથમ સોનારની મદદથી શોધી કાઢવામાં આવ્યું. 30 વર્ષ પહેલા ટાઈટેનિક ગોતાખોર પીએચ નારજીયોલેટને જહાજનાં ભંગાર પાસે કોઈ વસ્તુનાં વિશે ખબર પડી હતી. પણ હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે આ વસ્તુ છે શું.

તે જાણવાનો પ્રયત્ન કરતો રહ્યો કે તેને જે ચીજ વસ્તુ મળી છે તે જહાજનો જ કોઈ ભાગ છે કે કોઈ કુદરતી રચના. બે દાયકાની અથાક મહેનત બાદ જાણવા મળ્યું કે તે વસ્તુ છે શું.  25 ઓક્ટોમ્બરનાં રોજ નારજીયોલેટ તરીને ત્યાં સુધી પહોચ્યો હતો. જ્યા એક મોટો જ્વાળામુખી હતો.

આ શોધખોળમાં સંકળાયેલી સંસ્થા ઓશનગેટ એક્સપેડિશન્સે આ વિસ્તારના ફૂટેજ પણ બહાર પાડ્યા છે. ત્યા ધણા બધા સમુદ્રી જીવ હતા. ટાઈટેનિકના કાટમાળ પાસે જ આ ઈકોસિસ્ટમ પડી હતી અને જ્વાળામુખીથી બનેલો ખડક પણ લગભગ 2900 મીટરનો છે. નારજીયોલેટે કહ્યું કે તેણ કદી વિચાર્યું ન હતું કે તે આ વસ્તુ વિશે જાણી શકશે. તે એજ વિચારતા હતા કે આ એક ટાઈટેનિકના જ એક ભાગ છે.

તેણે  કહ્યું કે ગોતાખોરો દ્વારા તેની શોધખોળ થઈ ત્યારથી અમે તે ચીજ વસ્તુ વિશે જાણવા માંગતા હતા. આ એક ખૂબ જ સારી શોધ છે. જહાજ તો દરિયાની ઉંડાઈમાં છે. 15 એપ્રિ 1912 નાં રોજ જહાજ ડૂબ્યું હતું. ઓશનગેટના ચીફ સાયન્ટિસ્ટે કહ્યું કે આ પહાડ વિશે જાણકારી મેળવ્યા બાદ જ સમુદ્રી જીવ વિશેની શોધખોળને આગળ વધારી શકાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ