રાજકોટના વિંછીયા ગામે વિદ્યાર્થીનીએ શાળામાં આપઘાત કર્યોની ઘટના સામે આવી છે. આપઘાતના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. વિંછીયાની આદર્શ સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે.
પ્રતિકાત્મક તસવીર
રાજકોટના વિંછીયા ગામે વિદ્યાર્થીનીનો આપઘાત
વિંછીયા ગામે આદર્શ સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે, જે સ્કૂલ મંત્રી કુવરજી બાવળીયાની છે. આપઘાત કરનાર વિદ્યાર્થીની હોસ્ટેલમાં રહેતી હતી તેમજ ધોરણ-10માં અભ્યાસ કરતી હતી જે વિદ્યાર્થીની ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થિનીના આપઘાત કરવાનું કારણ જાણવા મળ્યું નથી.
પ્રતિકાત્મક તસવીર
ધોરણ 10માં અભ્યાસ કરતી કાજલ જોગરજીયાએ આપઘાત કર્યો છે. મૃતદેહેને વિંછીયા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીની આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઈ છે.
પ્રતિકાત્મક તસવીર
જૂનાગઢમાં મહંતે આપઘાત કર્યો હતો
જૂનાગઢના ખેતલિયા દાદા આશ્રમમાં મહંતે અચાનક આપધાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચા મચી જવા પામી હતી. ત્યારે રાજભારતી બાપુએ ગોળી મારીને આપધાત કરતા આ બનાવ સમગ્ર ટાઉનમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો. રાજભારતી બાપુએ બદનામીના ડરથી આપધાત કરતા અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યો હતો. રાજભારતી બાપુના આપધાત બાદ ઓડિયો ક્લીપ પણ વાયરલ થવા પામી હતી. જે