બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A steady rise in winter heart attack cases in the state

સાચવજો / બાપ રે! હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમાંકે! માત્ર 2021માં જ આટલાં દર્દીઓના મોત, આંકડો જાણી ચોંકી જશો

Malay

Last Updated: 09:07 AM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા હૃદયરોગના હુમલાના કેસમાં સતત વધારો થયો છે. ગુજરાતમાં ડિસેમ્બરના 25 દિવસમાં 108 એમ્બ્યુલન્સને કાર્ડિયેક ઈમરજન્સીના 4463 કેસ મળ્યા છે.

 

  • રાજ્યમાં શિયાળામાં હૃદયરોગના હુમલાના કેસમાં સતત વધારો
  • હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે
  • કોરોના સમયે હૃદયરોગના હુમલા રોજના 101 કેસ હતા જે હવે 178 કેસ થયા

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ધીમેધીમે વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે. 8.1 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો અમદાવાદમાં પણ 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસામાં 10.4, ગાંધીનગરમાં 11.4, વડોદરામાં 15, સુરતમાં 14.6, વલસાડમાં 14, ભુજમાં 10, ભાવનગરમાં 13.7, દ્વારકામાં 15.6, પોરબંદરમાં 11.6,  રાજકોટમાં 10, સુરેન્દ્રનગરમાં 12.5 અને મહુવામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હૃદયરોગના હુમલાના કેસમાં સતત વધારો
રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા હૃદયરોગના હુમલાના કેસમાં સતત વધારો થયો છે. હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે છે. ગુજરાતમાં ડિસેમ્બરના 25 દિવસમાં 108 એમ્બ્યુલન્સને કાર્ડિયેક ઈમરજન્સીના 4463 કેસ મળ્યા છે. કોરોના સમયે હૃદયરોગના હુમલા રોજના 101 કેસ હતા, જે હવે 178 કેસ થયા છે. એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં વર્ષ 2021માં હૃદયરોગના હુમલાથી 2948 દર્દીના મોત થયા હતા.  

વહેલી સવારે કાર્ડિયોવાસ્ક્યુલરના જોવા મળે છે સૌથી વધારે
કાતિલ ઠંડીને પગલે હૃદય સંબધિત સમસ્યાના પ્રમાણમાં વધારો નોંધાયો છે. શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલામાં આશરે 20 ટકાનો વધારો નોંધાય છે. ખાસ કરીને વહેલી સવાર દરમિયાન કાર્ડિયોવાસ્ક્યુલરના કેસ વધારે જોવા મળતાં હોય છે. કાર્ડિયોલોજીસ્ટોના મતે શિયાળા દરમિયાન હૃદય સંબધિત સમસ્યા ધરાવનારાઓએ વિશેષ તકેદારી રાખવી હિતાવહ છે. 

આ લોકોમાં હૃદયરોગના હુમલાનું જોખમ વધારે 
કાર્ડિયોલોજિસ્ટોના જણાવ્યા અનુસાર, હૃદયની સમસ્યાઓ, મેદસ્વીપણું, જીવનશૈલી સાથે સંબંધિત રોગો ધરાવતા લોકો સહિત વસ્તીનો એક મોટો વર્ગ તથા બેઠાડું જીવનશૈલી જીવતા લોકોમાં શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાનું જોખમ વધારે હોય છે. આ ઉપરાંત વયોવૃદ્ધ અને પથારીવશ લોકોમાં પણ જોખમ હોય છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ