બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A special pooja was organized at Somnath temple as the risk of cyclone increased

વાવાઝોડાનો ખતરો / માથે સંકટ જોઈને ભગવાનની શરણે લોકો: સોમનાથમાં વિશેષ પૂજા, કચ્છમાં દરિયાદેવને શાંત થવા લોકોએ કરી પ્રાર્થના

Malay

Last Updated: 03:30 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biparjoy Cyclone: બિપોરજોય વાવાઝોડાને લઈ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે દરિયાને શાંત પાડવા રાવલપીરના ગ્રામજનોએ દરિયા દેવની પૂજા કરી. તો સોમપુરા તીર્થ પુરોહિતોએ દેવાધી દેવ મહાદેવની વિશેષ પૂજા કરી.

 

  • વાવાઝોડાને શાંત કરવા દરિયાદેવની પૂજા
  • રાવલપીર ગામના લોકોએ કરી પૂજા
  • વાવાઝોડાને શાંત કરવા દરિયાદેવને પ્રાર્થના
  • સોમનાથ મંદિરમાં પણ કરાઈ પ્રાર્થના

હાલ 'બિપરજોય' વાવાઝોડું દ્વારકાથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે પોરબંદરથી 300 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી 330 કિલોમીટર અને જખૌથી 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે વાવાઝોડાને શાંત કરવા માટે રાવલપીર ગામના લોકો દ્વારા દરિયા દેવની પૂજા કરવામાં આવી હતી. તો સોમનાથ મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી.
  
રાવલપીર ગામના લોકોએ કરી દરિયાદેવની પૂજા
બિપોરજોય વાવાજોડાને લઈ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, દરિયા અને વાવાઝોડાને શાંત પાડવા માટે કચ્છના રાવલપીર ગામમાં દરિયા દેવની પૂજા કરવામાં આવી છે. આજે ગામના તમામ લોકો દરિયા કિનારે પહોંચ્યા હતા. જ્યાં ગ્રામજનોએ દરિયાદેવને પ્રાર્થના કરી હતી. કચ્છમાં વાવાઝોડાનો ખતરો વધતા રાવલપીર ગામના લોકોએ પ્રાર્થના કરી હતી. 

સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરાઈ
મહાવિનાશક બિપોરજોય ચક્રવાતનો ગુજરાત પર ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે આ મહાવિનાશક વાવાઝોડું સમુદ્રમાં જ સમાઈ જાય અને દેશ અને રાજ્યમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે સોમનાથ મહાદેવના મંદિરે સોમનાથ દાદાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. તીર્થ પુરોહિતો દ્વારા સોમનાથ મહાદેવને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. 

MLA પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ કરી હતી પૂજા
આપને જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જખૌના દરિયા કિનારે પૂજા કરી હતી. વાવાઝોડું શાંત થાય અને કોઇને નુકસાન ન થાય તે માટે પૂજા કરી મા આશાપુરાને ચુંદડી અને શ્રીફળ ચઢાવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ