બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A shocking case has come to light from Udaipur in Rajasthan. A man in a drunken state brutally beat a woman to death

નશામાં ધૂત .. / 'ભગવાન શિવનો અવતાર છું, મારીને જીવતી કરીશ', 85 વર્ષીય વૃદ્ધાને છત્રી ફટકારીને મારી નખાઈ

Pravin Joshi

Last Updated: 09:15 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું છે કે તે નશાની હાલતમાં હતો અને તેને લાગ્યું કે તે ભગવાન શિવનો અવતાર છે. તેણે દાવો કર્યો હતો કે તે તેની હત્યા કરીને તેને જીવિત કરશે.

  • રાજસ્થાનના ઉદયપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો 
  • નશાની હાલતમાં એક વ્યક્તિએ મહિલાને નિર્દયતાથી માર માર્યો 
  • પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી 

રાજસ્થાનના ઉદયપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નશાની હાલતમાં એક વ્યક્તિએ મહિલાને નિર્દયતાથી માર માર્યો અને તેના કારણે તેનું મોત થયું. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં 70 વર્ષીય આરોપી વૃદ્ધ મહિલાને મારપીટ કરી રહ્યો છે. ઘણા લોકો તેને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ કોઈ ફાયદો થયો નથી.

Tag | VTV Gujarati

એક નિર્દોષ મહિલાનો જીવ લીધો

પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું છે કે તે નશાની હાલતમાં હતો અને તેને લાગ્યું કે તે ભગવાન શિવનો અવતાર છે. તેણે દાવો કર્યો હતો કે તે તેની હત્યા કરીને તેને જીવિત કરશે. તેના આ ઘેલછાએ એક નિર્દોષ મહિલાનો જીવ લીધો. આરોપીનું નામ પ્રતાપ સિંહ છે જેણે 5 ઓગસ્ટે આ ઘટનાને અંજામ આપ્યો હતો. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે પુરુષ માત્ર મહિલાને મારતો નથી, પરંતુ તે સતત પોતાને ભગવાન શિવ પણ કહી રહ્યો છે.

Topic | VTV Gujarati

આરોપીએ પોલીસને શું કહ્યું?

મોટી વાત એ છે કે જ્યારે પાગલ તે મહિલાની હત્યા કરી રહ્યો હતો ત્યારે કેટલાક લોકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા. તે મહિલાને બચાવવા માટે કોઈએ સામે આવવાની તસ્દી લીધી નહીં અને માત્ર વીડિયો બનાવતા રહ્યા. પોલીસે તેને માર મારનાર આરોપીને પકડી લીધો છે, તેની સાથે બે કિશોરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એટલે કે હાલમાં કુલ ચાર લોકો પોલીસ કસ્ટડીમાં છે અને તેમની વધુ પૂછપરછ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પૂછપરછમાં આરોપીએ ઘણી વખત તેના આ જ નિવેદનનું પુનરાવર્તન કર્યું છે. તે દાવો કરતો રહ્યો કે તેણે પહેલા મહિલાની હત્યા કરી પરંતુ પછી તેને જીવિત કરી. હાલ તો પીડિતાના ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ