બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / | A revised budget of around 9500 crores will be presented by the Ahmedabad city rulers, as such tax hikes will be avoided.

કવાયત / અમદાવાદ શહેરના શાસકો દ્વારા આશરે 9500 કરોડનું સુધારિત બજેટ રજૂ કરાશે, આવા ટેક્સમાં વધારો ઝીંકાય તેવા અણસાર

Vishal Khamar

Last Updated: 09:54 PM, 6 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત તા. ૩૧ જાન્યુઆરી, ર૦ર૩એ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટેનું રૂ. ૮૪૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું.

  • કમિશનર દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ માટેનું રૂ. ૮૪૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું
  • શહેરના શાસકો દ્વારા આશરે રૂ. ૯પ૦૦ કરોડનું સુધારિત બજેટ રજૂ કરાશે
  • ડ્રાફ્ટ બજેટમાં સ્વચ્છતા સેસ બમણી કરવાની દરખાસ્ત પણ મુકાઈ

 ગત તા. ૩૧ જાન્યુઆરી, ર૦ર૩એ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટેનું રૂ. ૮૪૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. આ ડ્રાફટ બજેટમાં સુધારા-વધારા સૂચવતું શહેરના ભાજપ શાસકો દ્વારા હવે સુધારીત બજેટ રજૂ કરાશે. આ માટેનાં ચક્રો ગતિમાન કરાયાં હોઈ તે આશરે રૂ. ૯પ૦૦ કરોડનું બનાવાશે. 
પ્રોપર્ટી ટેક્સમાં ૧૦ વર્ષ બાદ વધારો સૂચવાયો છે
મ્યુનિસિપલ તંત્રના આગામી વર્ષ ર૦ર૩-ર૪ના રૂ. ૮૪૦૦ કરોડના ડ્રાફટ બજેટમાં રૂ. ૪૯૦૦ રેવન્યૂ ખર્ચ અને રૂ. ૩પ૦૦ કરોડ કેપિટલ ખર્ચ દર્શાવાયો છે. ઉપરાંત પ્રોપર્ટી ટેક્સમાં ૧૦ વર્ષ બાદ વધારો સૂચવાયો છે તેમજ એન્વાયરન્મેન્ટ ઇમ્પ્રૂવમેન્ટનો નવો સૂચિત ચાર્જ દર્શાવાયો છે. ડ્રાફ્ટ બજેટમાં સ્વચ્છતા સેસ બમણી કરવાની દરખાસ્ત પણ મુકાઈ છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર

સુધારિત બજેટ રજૂ કરવાની દિશામાં કવાયત આરંભાઈ
હવે શહેરના શાસકો દ્વારા સુધારિત બજેટ રજૂ કરવાની દિશામાં કવાયત આરંભાઈ છે. આજે સાંજે લો ગાર્ડન ખાતે આવેલા મેયર બંગલે મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં ભાજપના કોર્પોરેટરો અને શહેરના ધારાસભ્યોની મહત્ત્વની મિટિંગ યોજાશે, જેમાં શાસક પક્ષના બજેટ અંગેનાં વિવિધ સૂચનો પર ચર્ચા-વિમર્શ થશે. 
સુધારિત બજેટ કરતાં રૂ. ૬૯૩ કરોડની વૃદ્ધિ ધરાવતું બને તેવી શક્યતા
આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ના સુધારિત બજેટનું કદ રૂ. ૯પ૦૦ કરોડની આસપાસ પહોંચે તેવી શક્યતા છે એટલે કે મ્યુનિ. કમિશનરના ડ્રાફટ બજેટમાં આશરે રૂ. ૧૧૦૦ કરોડના સુધારા મુકાય તેમ લાગે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા મુકાનારું આ સુધારિત બજેટ ગત વર્ષના સુધારિત બજેટ કરતાં રૂ. ૬૯૩ કરોડની વૃદ્ધિ ધરાવતું બને તેવી શક્યતા છે.
મ્યુનિસિપલ ભાજપની મહત્ત્વપૂર્ણ બેઠકમાં ચર્ચા-વિચારણા થશે
જોકે ડ્રાફ્ટ બજેટમાં સૂચવાયેલા વિવિધ કરને યથાવત્ જાળવી રાખવા કે પછી તેમાં ઘટાડો કરવો કે પછી તેને ફગાવી દેવા વગેરે નીતિ વિષયક બાબતોની પણ સાંજે મેયર બંગલે યોજાનારી મ્યુનિસિપલ ભાજપની મહત્ત્વપૂર્ણ બેઠકમાં ચર્ચા-વિચારણા થશે.
શહેરના વિકાસને લગતા વિવિધ પ્રોજેક્ટો અંગે પણ કોર્પોરેટરો અને ધારાસભ્યો તરફથી બેઠકમાં સૂચન મુકાશે, તેના ઉપર પણ ચર્ચા-વિચારણા કરીને નવા કયા પ્રોજેક્ટનો સમાવેશ સુધારિત બજેટમાં કરવો તે અંગે નિર્ણય લેવાશે. આ બેઠક બાદ અઠવાડિયામાં નાગરિકો સમક્ષ સુધારિત બજેટ રજૂ થાય તેવી શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ