બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / A person should keep his bedroom clean to avoid disease

સ્વચ્છતા પ્રથમ / શું તમારી બેડશીટ લાંબા સમયથી ધોવાઈ નથી? આ લાપરવાહી પડશે ભારે, 5 મોટી ગંભીર બીમારનો ખતરો

Kishor

Last Updated: 08:13 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યક્તિ પોતાનો મોટાભાગનો સમય બેડરૂમમાં વિતાવતા હોવાથી બેડશીટ, ઓશીકાના કવર, ઓશીકા કે ધાબળા ગંદા ન રાખવા જોઈએ. કારણ કે ગંદકીને પગલે અનેક રોગનું જોખમ વધી જતું હોય છે.

  • રોગથી બચવા ખાવા-પીવાની સાથે સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી
  • ગંદકીને પગલે અનેક બીમારી ઘર કરી શકે છે
  • બેડરૂમ સાફ રાખવો ખૂબ જ જરૂરી

માણસે સ્વસ્થ રહેવા માટે ખાવા-પીવાની સાથે સાથે સાફ-સફાઈ પણ એટલી જ જરૂરી હોય છે. કારણ કે ગંદકીને પગલે અનેક બીમારી ઘર કરી જતી હોય છે. આવી સ્થિતિમાં પોતાની સાથે સાથે ઘરને પણ સાફસુતરું રાખવું ખૂબ જ મહત્વનું બની જતું હોય છે. જેમાં બેડશીટ ઉપરાંત તકિયા અને તેના કવર તથા ધાબળાને સાફ રાખવા જોઈએ. કારણ કે વ્યક્તિ પોતાના બેડરૂમમાં સૌથી વધુ હળવાશની પણ અનુભવતો હોય છે. જેથી જો પલંગ અને બેડશીટ સહિતના વસ્તુઓ ગંદી હશે તો તેમાં બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવો એકઠા થાય છે અને ઘણી બીમારીઓનું જોખમ ઊભું કરે છે.

બેડરૂમમાં રહેલા પલંગ વિષે જાણી લો આ વાત નહીતર થશે પસ્તાવો | Vastu tips for  bedroom

લાલ ફોડલીઓ જેવી સમસ્યા જન્મે
જો બેડશીટ ખરાબ હોય અને તેને બદલવામાં ન આવે તો પરસેવો અને તેલ સહિતની વસ્તુઓ ભેગી થતી હોવાથી માથામાં વાળના ફોલિક્સ બંધ થઈ જાય છે. પરિણામે માથામાં લાલ ફોડલા જેવી સમસ્યા ઊભી થાય છે. બીજી બાજુ બેડશીટ સહિતના કપડામાં રહેલી ધૂળ અને ભેજ એકઠા થતા દાદરનો પણ ચેપ લાગી શકે છે. ભેજવાળા વાતાવરણમાં ફૂગ ઉગી નીકળે છે. જે ગંભીર સમસ્યા ગણાય છે. આથી ખંજવાળ અથવા ત્વચા પર લાલ ફોડલીઓ જેવી સમસ્યા જન્મે છે.

ખીલ થયા છે? તો બિલ્કુલ ના કરતા આ કામ નહીં તો પડી જશે ડાઘ-ધબ્બા | Got acne?  don't do this otherwise you will get the stains

તો મોટી સમસ્યા જન્મી શકે
ખરાબ બેડશીટ પર અનેક વસ્તુઓ જમા થતી હોવાથી ચહેરામાં ખીલ થવાની સમસ્યા પણ માથું ઊંચકી શકે છે. દરરોજ આપણી ત્વચા બેક્ટેરિયાના સંપર્કમાં આવતી હોવાથી ખીલ અને ક્યારેક તો ત્વચામા સોજો પણ આવી શકે છે. વધુમાં શરીરમાં જ્યારે ઈજા થઈ હોય ત્યારે ગંદકીથી બચવું ખાસ જરૂરી છે. કારણ કે ગંદકીમાં રહેલા બેક્ટેરિયા સીધા જ ઘા મારફતે શરીરમાં પ્રવેશે છે અને તેને લઈને મોટી સમસ્યા જન્મી શકે છે.

ખંજવાળ અને લાલ નિશાન
બેડશીટમાં રહેલ ફૂગ એથલિટ ફૂટની સમસ્યા જન્માવી શકે છે. આ પણ એક ફંગલ ઈન્ફેક્શન છે. જે વરસાદી ઋતુમાં વધુ જોવા મળે છે આ બેડશીટમાં રહેલ ફૂગના સંપર્કમાં આવ્યા બાદ વકરી શકે છે. જેથી ત્વચાના જુદા જુદા ભાગ પર ખંજવાળ અને લાલ નિશાન તથા પગની ત્વચા પણ ફાટવા લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ